અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહાસચિવ નિધિ ત્રિપાઠીએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, આ વીડિયો છાત્રાલયની બહાર બનાવવામાં આવ્યા હતા. જ્યારે ABVP વિદ્યાર્થી નેતાઓ પર ડાબેરી વિદ્યાર્થી પક્ષના નેતાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ABVPએ JNU હિંસાથી સંબંધિત કેટલાક વીડિયો પુરાવા તરીકે રજૂ કર્યા - ABVP
નવી દિલ્હી: 5 જાન્યુઆરીના રોજ JNUમાં થયેલી હિંસાથી સંબંધિત કેટલાક વીડિયોને પુરાવા તરીકે આજે ABVP દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ABVP સંગઠનના વિદ્યાર્થી નેતાઓએ મીડિયા સમક્ષ કેટલાક વીડિયો રજૂ કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, JNUમાં ડાબેરી સમર્થિત વિદ્યાર્થી પક્ષના નેતાઓ દ્વારા હિંસા કરવામાં આવી હતી.

એબીવીપીએ રજૂ કર્યા પુરાવા
આ બધા વીડિયો રો વીડિયો છે અને તે ક્યાંય ફોરવર્ડ કરવામાં આવ્યા નથી. આ તમામ વીડિયો દિલ્હી પોલીસને સોંપવામાં આવશે જેથી JNU હિંસા કેસની નિષ્પક્ષ તપાસ થઈ શકે.
તેમણે ડાબેરી સમર્થિત વિદ્યાર્થી દળ પર આરોપ લગાવ્યો કે, આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, JNU છાત્ર સંઘના પ્રમુખ આઈસી ઘોષ અને જનરલ સેક્રેટરી સતિષચંદ્ર યાદવ હિંસા ભડકાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ગોતી-ગોતીને માર મારી રહ્યાં છે. તેમ છતાં તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જે દુર્ભાગ્યપૂર્ણ છે.