ભવિષ્યના પડકારોનો સામનો કરવા આપણી સેના સક્ષમ: આર્મી ચીફ
નવી દિલ્હી: આર્મી ચીફ જનરલ મુકુંદ નરવાણેએ કહ્યું કે, આપણી સેના ભવિષ્યના પડકારોનો સામનો કરવા સક્ષમ છે. આતંકનો સામનો કરવા માટે આપણી પાસે ઘણા વિકલ્પો છે અને આતંક પ્રત્યેની અમારી નીતિ હંમેશા ઝીરો ટોલરન્સની રહી છે.
sena
તેમણે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટવી એ એક ઐતિહાસિક પગલું છે અને તે રાજ્યને મુખ્ય ધારામાં જોડાવા માટે મદદ કરશે.નરવાણેએ કહ્યું કે, સેના પ્રમુખ તરીકે મને મારા સૈનિકોની યોગ્યતા પર ગર્વ છે. અમારા સૈનિકો મુશ્કેલીભર્યા વિસ્તારોમાં તૈનાત છે, પરંતુ તે હંમેશા દેશવાસીઓના હૃદયમાં વસે છે.