ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PUBG ગૅમ વિશે એ બધું જ... જે તમારે જાણવું તમને ગમશે - ગૂગલ પ્લે

ધ પ્લેયરર્સ અનનોઉન બેટલ ગ્રાઉન્ડ ( ખેલાડી માટે અજાણ્યુ રણમેદાન) અથવા પબજી એ એક શાહી લડતની રમત છે. જે 2017 માં કોમ્પ્યુટર અને ગેમિંગ કન્સોલ માટે શરૂ કરવામાં આવી હતી.

PUBG
PUBG

By

Published : Sep 3, 2020, 11:40 AM IST


ન્યૂઝ ડેસ્કઃ ધ પ્લેયરર્સ અનનોઉન બેટલ ગ્રાઉન્ડ ( ખેલાડી માટે અજાણ્યુ રણમેદાન) અથવા પબજી એ એક શાહી લડત ની રમત છે જે 2017 માં કોમ્પ્યુટર અને ગેમિંગ કન્સોલ માટે શરૂ કરવામાં આવી હતી.

તેને શરૂ કરવામાં આવ્યા ના થોડાક જ સમય માં, PUBG એ વિશ્વની સૌથી લોકપ્રિય રમત બની ગઈ હતી. આ રમતમાં 100 ખેલાડીઓ એકબીજા સાથે સ્પર્ધા કરી શકે છે અને અણનમ ખેલાડી ને PUBG માં ચિકન ડિનર મળે છે.

બ્રેન્ડન ગ્રીન, જે PUBG પાછળના ભેજું છે , તેણે, એઆરએમએ 2 અને ડે ઝેડ જેવી અન્ય લોકપ્રિય રમતો પણ બનાવી છે જેનો સમાવેશ બેટલ રોયલ રમતો થાય છે

• ગૂગલ પ્લે એકાઉન્ટ માં PUBG ઇન્સ્ટોલના 65 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે એપ સ્ટોર કુલના 35 ટકા હિસ્સો ધરાવે છે.

PUBG રમત કયા દેશમાં બનાવામાં આવી છે:

PUBG. કોર્પોરેશન જે કોરિયન રમત વિકાસકર્તા બ્લુહોલની પેટા કંપની છે તે કંપની દ્વારા આ રમત કોમ્પ્યુટર પર રમવા માટે વિકસાવવા માં આવી હતી,

કોરિયન વિકાસકર્તાએ ચીનમાં ગેમિંગ માર્કેટમાં પ્રવેશવા માટે મહત્વને એવી ચીનની સૌથી મોટી ગેમિંગ કંપની ટેનસેંટ સાથે ભાગીદારી કરી છે

જે ટેનસેન્ટ એ PUBG નું મોબાઇલ સંસ્કરણ પણ રજૂ કર્યું છે .

આ રમત ચાઇનામાં ત્વરિત લોકપ્રિય બની હતી પરંતુ તેને મુદ્રીકરણ કરવા માટે ચીની સરકારની મંજૂરી મળી નથી.

આવક: બેટલ રોયલ ટાઇટલ ગેમ PUBG મોબાઇલને 2020 ના પહેલા ભાગમાં વૈશ્વિક આવક 1.3 અબજ ડોલર (આશરે 9,731 કરોડ) નો વધારો થયો છે, જે તેના અત્યાર સુધી આવક ને 3 અબજ ડોલર (આશરે 22,457 કરોડ રૂપિયા) સુધી પહોંચાડે છે.

• ફક્ત PUBG મોબાઇલ રમત 2020 માં 1.3 અબજ ડોલરનો વૈશ્વિક આવક કરે છે છે.

માર્ચ 2020 માં PUBG મોબાઇલ રમત ની આવક 270 મિલિયનની પર પહોંચી જે અત્યાર સૌથીની વધુ છે .કુલ વિશ્વવ્યાપી ડાઉનલોડ્સ: PUBG પાસે 734 મિલિયન વિશ્વવ્યાપી ડાઉનલોડ્સ છે

વધુ ડાઉનલોડ્સવાળા દેશો:

•. ભારતમાં PUBGમોબાઈલ રમત સૌથી મોટી સંખ્યામાં ડાઉનલોડ કરવામાં આવી છે. ભારતમાંPUBG રમત 17.5 કરોડ વાર ઇન્સ્ટોલ થઇ છે જે અત્યાર સુધી ની સૌથી મોટી સંખ્યા છે.આ વૈશ્વિક સંખ્યાનો 24 ટકા હિસ્સો છે.

• ચીન 16.7 ટકા સાથે બીજા ક્રમે છે જ્યારે યુ.એસ. ડાઉનલોડ્સના 6.4 ટકા સાથે ત્રીજા ક્રમે છે.

અગાઉ જ્યારે ભારતમાં PUBG પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો: માર્ચ 2019 માં, ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર જિલ્લાઓમાં PUBG પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, અને સ્થાનિક પોલીસે મોબાઇલ ગેમ રમતા યુવકોની ધરપકડ પણ કરી હતી. પરંતુ આ પ્રતિબંધ અઠવાડિયામાં હટાવી લેવામાં આવ્યો હતો.

એવા દેશો કે જ્યાં PUBG પર પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે :

પાકિસ્તાન: જુલાઈ 2020 માં, પાકિસ્તાન એ રમતના વ્યસનકારક સ્વભાવના આધારે PUBG પર અસ્થાયીરૂપે પ્રતિબંધ મૂક્યો હતો. પાકિસ્તાનના ટેલિકમ્યુનિકેશન ઓથોરિટી (પીટીએ) દ્વારા ખેલાડીઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાને કારણે "સમાજના વિવિધ વર્ગની ફરિયાદો પ્રાપ્ત થયા બાદ" આ પગલું લેવામાં આવ્યું છે.

ઇરાક: વર્ષ 2019 માં, ઇરાક એ એવો દાવા કર્યો હતો કે PUBG, ફોર્ટનાઇટ, બ્લુ વ્હેલ અને સમાન ઓનલાઇન વિડિઓ રમતો લોકો માટે સામાજિક અને માનસિક સમસ્યાઓ ઉભી કરે જેથી તેના પ્રતિબંધ મુક્યો હતો.દેશની સંસદ એ કહ્યુ હતુ કે આ રમતો સમાજ માટે હાનિકારક છે અને સંભવિત રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

જોર્ડન: જુલાઈ 2019 માં, જોર્ડન સરકારે રાજ્યના નાગરિકો પર PUBG ના નકારાત્મક પ્રભાવોને ટાંક્યા અને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો . ભારે લોકપ્રિય હોવા છતાં, દેશમાં મનોવૈજ્ઞાનિકોએ, વારંવાર ચેતવણી આપી હતી કે આ રમત હિંસાને પ્રોત્સાહન આપે છે અને યુવાનોમાં દાદાગીરીને પ્રોત્સાહન આપે છે.

નેપાળ: નેપાળે એપ્રિલ 2019 માં, PUBG રમત બાળકો અને કિશોરો માટે હાનિકારક હોવાના કારણોને દર્શાવતા પ્રતિબંધ મૂકાયો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે નેપાળમાંનો પ્રતિબંધ ટૂંક સમયમાં હટાવ્યો હતો અને કહ્યું હતું કે, સરકાર પ્રતિબંધ શા માટે જરૂરી છે તે દર્શાવ્યા વિના અંગત સ્વાતંત્ર્યમાં દખલ કરતી આવી પ્રતિબંધ લાગુ કરી શકશે નહીં.

ઇન્ડોનેશિયા: જુલાઈ, 2019 માં ઇન્ડોનેશિયાના પ્રાંત આચેએ સમાન પ્રતિબંધ જારી કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details