બાલાકોટ હવાઇ હુમલાના નાયક અભિનંદનને સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે એર સ્ટ્રાઈકના આગલા દિવસે પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. વીર ચક્ર યુદ્ધ સમયમાં કરેલા સાહસ બદલ આપવામાં આવનાર ત્રીજું સૌથી મોટું સૈન્ય સન્માન છે. પ્રથમ નંબરે પરમવીર ચક્ર અને બીજા નંબરે મહાવીર ચક્ર છે
કાશ્મીરમાં પાક વિમાનોની ઘુસણખોરી દરમિયાન ફાઈટર કન્ટ્રોલરની જવાબદારી સંભાળનાર સ્ક્વાડ્રન લીડર મિંટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ વખતે વીરતા પુરસ્કાર મેળવનારાઓમાં મિંટી એક માત્ર મહિલા હતી.
વિંગ કમાન્ડર અભિનંદન તથા સ્ક્વૉડ્રન મિંટી અગ્રવાલને સન્માનિત કરાશે - મિરાજની ફ્લાઈટ કન્ટ્રોલર
નવી દિલ્હી:વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની 51મી સ્ક્વૉડ્રન અને મિરાજની ફ્લાઈટ કન્ટ્રોલર મિંટી અગ્રવાલના 601 સિગ્નલ યુનિટને વાયુસેના પ્રમુખ ભદોરિયા સન્માનિત કરશે. પાકિસ્તાનમાં ઘુસીને પોતાની વીરતા બતાવનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનમાં 51 સ્ક્વૉડ્રનના નવા ચીફ માર્શલ ભદોરિયા સન્માનિત કરશે.
![વિંગ કમાન્ડર અભિનંદન તથા સ્ક્વૉડ્રન મિંટી અગ્રવાલને સન્માનિત કરાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4672859-thumbnail-3x2-ssss.jpg)
આ સાથે જે સ્ક્વૉડ્રન મિંટી અગ્રવાલને પણ સન્માનિત કરવામાં આવશે. આ ત્રણેય યુનિટને આ સન્માન 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશ-એ-અહમદના આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવા અને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના લડાકુ વિમાનોને હુમલામાં નિષ્ફળ કરવા માટે આપવામાં આવશે.
આ સિવાય 26 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈકમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તોડી પાડવામાં સામેલ મિરાજ 2000ના પાયલટને વાયુસેના મેડલ આપવામાં આવ્યું હતું. મિરાજની 9 સ્ક્વાડ્રનના પાંચ પાયલટ વિંગ કમાન્ડર અમિત રંજન, સ્ક્વાડ્રન લીડર રાહુલ બાસોયા, પંકજ ભુજાદે, બીકેએન રેડ્ડી અને શશાંક સિંહ છે.