અબ્દુલ સતાર રાજ્ય કક્ષાના પ્રધાન અને સામાન્ય પ્રધાન પદ મળતું હોવાથી નારાજ હતા. સતારે CM ઠાકરેને રાજીનામું ન આપતા શિવસેનાના એક નેતાને મોકલ્યું છે. શિવસેનાના નેતાએ સતારને મનાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે.
મહારાષ્ટ્ર: ખાતાની વહેંચણી પહેલા ઠાકરે સરકારને ઝટકો, અબ્દુલ સતારે પ્રધાન પદેથી આપ્યું રાજીનામું - અબ્દુલ સતારનું રાજીનામું
મુંબઈ: શિવસેના નેતા અબ્દુલ સતારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. પરંતું તેમણે પોતાનું રાજીનામું CM ઠાકરેને નથી આપ્યું. નોંધનીય છે કે, અબ્દુલ સતારને રાજ્યપ્રધાન બનાવતા શિવસેનાના ઘણા નેતાઓ નારાજ હતા, જે બાદ સતારે રાજીનામું આપી દીધું હતું.
સતાર
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ પોતાના પ્રધાન મંડળનો વિસ્તાર કર્યો હતો. ઠાકરે સરકારમાં 36 પ્રધાનોએ શપથ લીધા હતા, જેમાં 1 નાયબ મુખ્યપ્રધાન, 25 કેબિનેટ અને 10 રાજય કક્ષાના પ્રધાનો સામેલ હતા. શિવેસનાએ પોતાના કોટમાંથી અબ્દુલ સતારને પ્રધાન બનાવ્યા હતા.