ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભોપાલ ગેસ પીડિતોની અવાજ બનનાર અબ્દુલ જબ્બારનું અવસાન - Social activist Abdul Jabbar

મધ્ય પ્રદેશ: ગેસ પીડિતનો અવાજ દરેક મંચ પર પહોચાડનાર સમાજસેવી અબ્દુલ જબ્બારનું ભોપાલની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. તેમની સારવાર ભોપાલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. અબ્દુલને વધુ સારવાર માટે મુંબઈ ખસેડવાના હતા, પરંતુ અચાનક તેમની તબિયત વધુ બગડી હતી, જે બાદ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરાયા હતા. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

abdul jabbar is died in delhi hospital

By

Published : Nov 15, 2019, 1:06 PM IST

Updated : Nov 15, 2019, 3:27 PM IST

ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે 30 વર્ષ સુધી લડતા અબ્દુલ જબ્બારનો પરિવાર લાંબા સમયથી સરકાર પાસે સહાયની આશ લગાવીને બેઠો હતો, પરંતુ સરકાર તરફથી સહાય મળી ત્યારે બહુ મોડું થઈ ચુક્યું હતું. અવસાનના થોડા કલાક પહેલા પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે તેમની સાથે મુલાકાત કરી હતી. તેમને સારવાર માટે મુંબઇ લઈ જવાશે તેવો દિલાસો આપ્યો હતો. અબ્દુલ જબ્બારની સારવાર શુક્રવારે મુંબઈમાં શરુ થવાની હતી. તેમને મુંબઈ લઈ જવાની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી હતી. સહાય મળવાથી પરિવાર ખુશ હતો, પરંતુ તેમની આ ખુશી વધુવાર ટકી ન હતી, અને થોડી કલાકો બાદ જ તેમનું અવસાન થયું હતું.

ભોપાલ ગેસ પીડિતોની અવાજ બનનાર અબ્દુલ જબ્બારનું અવસાન

મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાને ટ્વીટ કરી ભરોસો આપ્યો હતો કે, અબ્દુલ જબ્બારને સારી સારવાર મળશે. સરકાર તેમને દરેક પ્રકારે મદદ કરવા ખડેપગે રહેશે. પરંતુ અચાનક તેમને ઘભરાટ શરૂ થયો હતો. ડૉક્ટરોએ તેમની સારવાર શરૂ કરી હતી, થોડા સમય બાદ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરાયા હતા.

ગેસ પીડિતોનો આવાજ બનનાર આજે ખુદ ખામોશ

અબ્દુલ જબ્બારે ગેસ પિડિતો માટે લાંબા સમય સુધી લડત કરી હતી. તેમને લોકો હંમેશા ગેસ પીડિતોના લડવૈયા તરીકે યાદ રાખશે. ગેસ પીડિતોને વળતર મળે તે માટે ભોપાલથી દિલ્હી સુધી લડત કરી હતી. આ લડવૈયાની અંતિમવિધિ શુક્રવારે ભોપાલ ખાતે કરવામાં આવશે.

ગેસ પીડિતોનો આવાજ બનનાર આજે ખુદ ખામોશ
Last Updated : Nov 15, 2019, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details