નવી દિલ્હી: કોરોના ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન આરોગ્ય સેતુ પર ઉઠાવવામાં આવતા સવાલની વચ્ચે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે નિવેદન આપ્યું છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, આરોગ્ય સેતુ એપ્લિકેશન લોકહિતમાં ભારતીયોની સુરક્ષા માટે છે. આ એપ્લિકેશન ગોપનીયતા સુરક્ષા, સલામતી અને ડેટા સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત છે.
આરોગ્ય સેતુ એપ ગોપનીયતા અને ડેટા સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત: રવિશંકર પ્રસાદ - Aarogya Setu absolutely robust app
આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા 9 કરોડ વપરાશકર્તાઓની પ્રાઇવસી જોખમાઇ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો એક ફ્રેન્ચ હેકરે કર્યો હતો. આ સાથે હેકરે એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધીએ આ એપ વિશે બરાબર કહ્યું છે.
![આરોગ્ય સેતુ એપ ગોપનીયતા અને ડેટા સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત: રવિશંકર પ્રસાદ રવિશંકર પ્રસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7091163-158-7091163-1588783729359.jpg)
રવિશંકર પ્રસાદ
આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા 9 કરોડ વપરાશકર્તાઓની પ્રાઇવસી જોખમાઇ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો એક ફ્રેન્ચ હેકરે કર્યો હતો. આ સાથે હેકરે એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધીએ આ એપ વિશે બરાબર કહ્યું છે.
પોપ્યુલર ફ્રેન્ચ હેકર Robert Baptiste કહ્યું કે, તેમને આરોગીય સેતુ એપ્લિકેશનમાં મોટી ખામી જોવા મળી છે. એક ટ્વીટમાં એપ્લિકેશનને ટેગ કરતા તેમણે કહ્યું કે, 'એપ્લિકેશનની સુરક્ષા ખામીયુક્ત છે. 9 કરોડ ભારતીય વપરાશકર્તાઓની ગુપ્તતા જોખમમાં છે, શું તમે ખાનગીમાં સંપર્ક કરી શકો છો?