નવી દિલ્હી: સરકારે ગુરુવારે એક મોબાઈલ એપ જાહેર કરી છે, જે લોકોને કોરોના વાઈરસના સંક્રમણનું જોખમ અને તેનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે. જો તેઓ ગંભીર વાયરસથી સંક્રમિત વ્યક્તિની નજીક આવે તો અધિકારીઓને જાણ પણ કરી શકશે.
કોરોનાને હરાવશે ડિજિટલ ઇન્ડિયા, લોકોને સાવચેત કરવા સરકારે બનાવી 'એપ' - ડિજિટલ ઇન્ડિયા
સરકારે એક મોબાઈલ એપ જાહેર કરી છે, જે લોકોને કોરોના વાયરસના સંક્રમણનું જોખમ અને તેની સામે લડવામાં મદદ કરશે અને જો તેઓ આ ગંભીર વાયરસથી સંક્રમિત વ્યક્તિની નજીક આવે તો અધિકારીઓને ચેતવણી આપી શકે છે.
app
એપ્લિકેશનનું નામ 'આરોગ્યસેતુ' છે, જે દરેક ભારતીયના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ડિજિટલ ઇન્ડિયામાં જોડાયું છે. આ એપ લોકોને કોરોના વાયરસના ચેપના જોખમનું મૂલ્યાંકન કરવામાં સક્ષમ બનાવશે.