ગુજરાત

gujarat

ETV Bharat / bharat

AAPનો ચૂંટણી ઢંઢેરો, વચન શાળામાં રાષ્ટ્રભક્તિ, રાશનની હોમ ડિલિવરી, સ્વરાજ બિલની ખાતરી - Delhi Deputy CM Manish Sisodia

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં હવે ગણતરીના દિવસો હોવાથી રાજકીય પક્ષો સઘન ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અગ્રણી નેતાઓ રોડ શો જાહેરસભા તથા રેલીઓ ઉપરાંત ઘેર-ઘેર જઇને મતદારોનો વ્યક્તિગત સંપર્ક કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આજે રેલીમાં સંબોધન કરશે. આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે આમ આદમી પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરા જાહેર કરી દીધો છે.

etv bharat
etv bharat

By

Published : Feb 4, 2020, 1:56 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોએ છેલ્લી ઘડી સુધી જનતાને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. મતદારોને આકર્ષવા વાયદાઓના પટારા ખુલ્લા મુક્યા છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષોએ પોતાનો મેનિફેસ્ટોમાં વિવિધ સપના લોકોને દેખાડયાં છે. 8 ફેબ્રુઆરીએ દિલ્હીની ચૂંટણીમાં મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. આ વખતે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી રહી છે.

આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે તેનું ઘોષણા-પત્ર જાહેર કર્યું છે. AAPએ તેના ઘોષણાપત્રમાં સ્વચ્છ દિલ્હી અને સ્વચ્છ યમુનાની ગેરંટી આપી છે. પક્ષે ગરીબ લોકો માટે રેશન ડોર સ્ટેપ ડિલિવરી સેવા ચાલુ કરવાની વાત કરી છે. આ વ્યવસ્થા સેવાઓની ડિલિવરીની માફક કામ કરશે.

કોંગ્રેસ અને ભાજપ અગાઉ જ તેમના મેનીફેસ્ટો જાહેર કરી ચુક્યા છે. જાન્યુઆરીમાં AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલે 'કેજરીવાલ કા ગેરન્ટી કાર્ડ' જાહેર કર્યું હતું. તેમા રાજધાનીના દરેક નાગરિકોને 200 યુનિટ વીજળી, મહોલ્લા માર્શલ અને 24 કલાક સ્વચ્છ પાણી આપવાનું વચન આપ્યું હતું. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે જ્યારે 11મી ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે.

ABOUT THE AUTHOR

...view details