ગુજરાત

gujarat

By

Published : Feb 23, 2020, 10:44 AM IST

ETV Bharat / bharat

AAPએ પંજાબના DGPને બરતરફ કરવાની માંગ કરી

આમ આદમી પાર્ટી દ્વારા પંજાબના ડીજીપી દિનકર ગુપ્તાને બરતરફ કરવાની માંગ કરવામાં આવી છે. વિપક્ષી નેતા હરપાલસિંહ ચીમા અને કોટકપુરાના ધારાસભ્ય કુલતરસિંહ સંધવાને રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તેઓ પોતાના રાજકીય હેતુ માટે પોલીસના ટોચના અધિકારીઓનો દુરૂપયોગ કરી રહી છે.

aap demanded sacking of Punjab DGP
DGPને બરતરફ કરવાની કરી માંગ

ચંદીગઢઃ આમ આદમી પાર્ટી (આપ)એ શનિવારે પંજાબના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) દિનકર ગુપ્તાએ કરેલી ટિપ્પણી માટે બરતરફ કરવાની માંગણી કરી હતી. એક નિવેદનમાં DGPએ કહ્યું હતું કે ‘કરતારપુરમાં સંભવ છે. તમે કોઈને સવારે મોકલો અને સાંજે તે પ્રશિક્ષિત આતંકવાદી થઈને પરત ફરે છે.'

વિપક્ષી નેતા હરપાલસિંહ ચીમા અને કોટકપુરાના ધારાસભ્ય કુલતરસિંહ સંધવાને જણાવ્યું હતું કે, "ડીજીપીએ વિશ્વભરમાં લાખો લોકો જે ગુરુ નાનક દેવમાં વિશ્વાસ ધરાવતા હોય તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. રાજ્ય સરકારે તાત્કાલિક ડીજીપીને બરતરફ કરવા જોઈએ

તેમણે કહ્યું કે, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ડીજીપી આવા આપત્તિજનક નિવેદનો બહાર પાડીને દેશની શાંતિ ડહોળવા માટે રાજકીય રમત રમે છે.

ABOUT THE AUTHOR

...view details