સૈારભ ભારદ્વાજ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જણાવ્યું હતું છે કે, જે સમાચાર અને ચિત્ર હાલ બિહારથી આવી રહ્યા છે તે ખુબ ચિંતાજનક છે. ચમકી નામના તાવથી અંદાજે 113 બાળકોના મૃત્યુ થઈ ચુક્યા છે.
મુઝફ્ફરપુરમાં થયેલા બાળકોના મોત મામલે AAP એ આયુષ્માન ભારત યોજના પર કર્યા સવાલો - GUJARATI NEWS
નવી દિલ્હીઃ બિહારના મુઝફ્ફરપુરમાં ચમકી તાવથી 100થી વધુ બાળકોના મૃત્યુ મામલે આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના પર સવાલ કર્યા છે. AAPના મુખ્ય પ્રવકતા સૈારભ ભારદ્વાજએ જણાવ્યુ કે આ યોજના પ્રમાણે ગરીબોની સારવાર ખાનગી હોસ્પિટલોમાં પણ વિનામુલ્યે થઈ શકે છે, તો પછી મુઝફ્ફરપુરના બાળકોની સારવાર કેમ નથી થઈ રહી.
મુઝફ્ફરપુર માં થયેલા બાળકોના મૃત્યુ મામલે AAP એ આયુષમાન ભારત યોજના પર કર્યા સવાલો.
સૈારભ ભારદ્વાજ એ જણાવ્યુ કે, વધુ ચિંતાની વાત એ છે કે,બિહાર એ રાજ્યો પૈકી એક છે જ્યાં BJP સરકાર છે અને જ્યાં આયુષ્માન જેવી યોજના લાંબા સમય પહેલા અપનાવવામાં આવી હતી. આપણા વડાપ્રધાન બધે જ કહી રહ્યા છે કે આયુષમાનથી ભારતના લાખો લોકોને ફાયદો થઈ રહ્યો છે,ઈલાજ થઈ રહ્યો છે,પરંતુ હુ એ વિચારીને હેરાન છુ કે આયુષ્યમાનથી ખાનગી હોસ્પિટલોમાં પણ વિનામુલ્યે થઈ શકે છે, તો પછી મુઝફ્ફરપુરના બાળકોની સારવાર કેમ નથી થઈ રહી.
Last Updated : Jun 20, 2019, 1:24 PM IST