ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વેળાએ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, તેમની સરકારને જનતાના કામ પૂરા કરવા માટે યોગ્ય રીતે સહયોગ મળતો નથી. દિલ્હી સરકારને કામ કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે.
પોલીસમાં લાખો જગ્યા ખાલી
મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં પોલીસ માટે લાખો જગ્યાઓ ખાલી પડી છે પણ કેન્દ્ર સરકાર તેને ભરવા માટે મંજૂરી આપતી નથી. એટલા માટે દિલ્હીમાં ગુનાઓ વધી રહ્યા છે તથા યુવાનો બેરોજગાર ફરે છે.