ગુજરાત

gujarat

ETV Bharat / bharat

AAPના 'બાગી' કપિલ મિશ્રા મનોજ તિવારીની હાજરીમાં જોડાયા ભાજપમાં

નવી દિલ્હીઃ કપિલ મિશ્રાની ભાજપમાં જોડાવાની જાહેરાત બાદ તેમને અનેક લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. ભાજપના કેટલાય નેતાઓએ કપિલ મિશ્રાના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભાજપના નેતા મનોજ તિવારી અને વિજય ગોયલની હાજરીમાં ભાજપમાં જોડાઇ કેસરીયો ધારણ કર્યો હતો.

કપિલ મિશ્રા જોડાશે ભાજપમાં

By

Published : Aug 17, 2019, 10:50 AM IST

Updated : Aug 17, 2019, 11:45 AM IST

આમ આદમી પાર્ટીના બાગી નેતા કપિલ મિશ્રાએ શનિવારે 11 કલાકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કપિલ મિશ્રાએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી અને લખ્યું હતું કે, 'હું આવતીકાલે સવારે 11 કલાકે ભાજપમાં જોડાઇશ, દિલ્હી હવે મોદીના સાથમાં છે.'

સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓઃ

કપિલ મિશ્રાની ભાજપમાં જોડાવાની જાહેરાત બાદ તેમને અનેક નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી અને તેમના આ નિર્ણયને આવકાર્યો હતો. ભાજપના મોટા-મોટા નેતાઓએ કપિલ મિશ્રાના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને સોશિયલ મીડિયા દ્વારા પોતાના પ્રતિક્રિયા આપી હતી.

ધારાસભ્ય મજિંદર સિરસાએ કહ્યું- 'તેનાથી મોટી ખુશીની વાત શું હોય'

મજિંદર સિરસાએ ટ્વીટર દ્વારા પાઠવી શુભકામના

રાશીદ રશીદે લખ્યું હતું કે, 'Right man in Right party'

રાશીદ રશીદે ટ્વીટર પર આપી શુભકામના

'ભાજપના નેતા દર્શના સિંહે આપી શુભેચ્છા'

ભાજપના નેતા દર્શના સિંહે આપી શુભેચ્છા

વધુમાં જણાવીએ તો કપિલ મિશ્રા ઉત્તર-પૂર્વ દિલ્હીના કરાવલ નગરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવાને લીધે તેમની સભ્યતા રદ થઇ હતી. કપિલ મિશ્રાએ આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે, પરંતુ હજૂ કોઇ નિર્ણય આવ્યો નથી. હાલ આ મામલો કોર્ટમાં સ્થગિત છે. કપિલ મિશ્રા કેજરીવાલ સરકારમાં મંત્રી પણ રહ્યા છે, પરંતુ મે 2017માં તેમને મંત્રી પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.

કપિલ મિશ્રાએ ટ્વીટર પર કરી જાહેરાત
Last Updated : Aug 17, 2019, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details