ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PMના પ્રચાર પર AAPનો પ્રહાર, તો પ્રિંયકાના કર્યા વખાણા

નવી દિલ્હી: પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇ દેશ હચમચી ઉઠ્યો છે. રાજકીય દળો પણ એક બીજા પર આકરા પ્રહારો કરી રહ્યાં છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 15, 2019, 12:05 PM IST

PM મોદીએ ઉતરાખંડની રેલીને ફોન પર સંબોધન કરી હતી. જ્યારે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે શિવસેના સાથે મીટિંગ કર્યા પછી નિવેદન આપ્યું હતું. જેને લઇને AAPના ધારાસભ્ય અલકા લાંબાએ ભાજપા પર આકરા પ્રહારો કર્યા હતા.

PM મોદીની રેલીની માહિતીને રિટ્વીટ કરતા જણાવ્યું કે,"હદ છે PM ને, બધુ થંભી જાય છે પણ પ્રચાર નહીં. 40થી વધારે CRPFના જવાનોના આતંકી હુમલામાં શહીદ થયા પછી પણ PM પ્રચાર કરવાથી અળગા રહ્યાં નહીં.

જ્યારે, દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાની ન્યુઝને રિટ્વીટ કરતા જણાવ્યું કે, " જવાન તો રોજ શહીદ થાય છે. ચૂંટણી તો 5 વર્ષમાં એક જ વખત આવે છે. 40થી વધારે CRPFના જવાનો શહીદ થયા બાદ પણ PM મોદીને લઇને ભાજપા અધ્યક્ષ અમિત શાહ, ભાજપા CM પણ ભાષણો અને ગઠબંધનો કરવામાં વ્યસ્ત છે. પ્રિયંકાગાંધી પાસેથી જ શીખી લો

ABOUT THE AUTHOR

...view details