ગુજરાત

gujarat

ETV Bharat / bharat

"દેશ કમજોર હશે તો ચાલશે, BJPનો બૂથ મજબૂત હોવો જોઈએ": અલ્કા લાંબા - pulwama

નવી દિલ્હી: પુલવામામાં આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થતા સમગ્ર દેશની જનતા સહિત તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓમાં રોષ ફેલાયો છે. જેને લઈને વિપક્ષી દળોએ સરકારને પાકિસ્તાનને સબક શિખવાડવાની માંગ કરી છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 18, 2019, 3:13 PM IST

AAPના ધારાસભ્ય અલ્કા લાંબાએ સોશિયલ મીડિયા પર BJPની પોસ્ટને કોમેન્ટ કરી BJP પર પ્રહાર કર્યો છે. અલ્કા લાંબાએ BJP પર જવાનની શહાદતને ભૂલી ચૂંટણી માટે બૂથને મજબૂત કરવાનો આરોપ લગાવ્યો છે.

અલ્કા લાંબાએ લખ્યું કે, 14 ફેબ્રુઆરીએ #Pulawama TerroristAttack થયો, જેમાં 40થી વધારે #CRPFના 40 જવાનો શહીદ થયા છે, હજી તેમની ચિતા ઠંડી પણ નથી થઈ ને, 3 દિવસ બાદ દેશના #નિંદા પ્રધાન ઓડિશામાં BJPના ચૂંટણી બૂથને મજબૂત કરવામાં વ્યસ્ત થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, જવાનોની શહાદત પર અલ્કા લાંબા મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. અલ્કા અગાઉ BJP પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીની સાથે સાથે BJP સાંસદ સાક્ષી મહારજ પર નિશાન સાધી ચૂકી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details