નવી દિલ્હી: આજે શહીદ દિવસ છે ત્યારે સમગ્ર દેશ શહીદોને યાદ કરી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ શહીદ દિવસ નિમિત્તે ભગતસિંહને યાદ કર્યા છે. તો આ સાથે જ પાર્ટી દ્વારા દિલ્હીના પુર્ણ રાજ્ય બનાવવા માટેની માંગને લઇને બાઇક રેલીનું પણ આયોજન કર્યુછે.
AAPના ઑફિશિયલ ટ્વિટર ઍકાઉન્ટ પરથી #shaheedDiwas ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને શ્રદ્ધાંજલિ આપી છે. પાર્ટીએ તેમના સન્માનમાં ભગતસિંહનું ક્વોટ પણ લખ્યું છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પુર્વ દિલ્હીથી લોકસભા ઉમેદવાર બલરામ જાખડની આગેવાનીમાં પૂર્ણ રાજ્યના સમર્થન તથા માંગને લઇને એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી ઉત્તમનગરથી રાજા ગાર્ડન સુધી નિકળશે.
આમ આદમી પાર્ટીએ ભગતસિંહ સહિત તેમના સાથી સુખદેવ અને રાજગુરૂને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને 23 માર્ચ 1931ના રોજ કોર્ટ લખપત જેલ 'જે હાલમાં લાહોર (પાકિસ્તાન) ખાતે ફાંસી આપવામાં આવી હતી. તો ભગતસિંહ, રાજગુરૂ, સુખદેવ વિરૂદ્ધ બ્રિટિશ સામ્રાજ્યનો વિરોધ કરવાનો આરોપ હતો જેમાં ફાંસીની સજા આપવામાં આવી હતી.
જ્યારે ભગતસિંહને ફાંસી આપવામાં આવી તે સમયે ભગતસિંહની ઉંમર 23 વર્ષ હતી. તો ભગતસિંહની માન્યતા હતી કે, આઝાદી માંગવી તેના કરતા સશસ્ત્ર સંઘર્ષના બળ પર આઝાદી જુંટવી લેવી જોઇએ.