નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોનાનું વધતું સંક્રમણ રાજનેતાઓને પણ તેની ઝપેટમાં લઇ રહ્યું છે. આમ આદમી પાર્ટીના ઘણા નેતા કોરોના સંક્રમિત થયા છે. જેમાં એક નવું નામ જોડાયું, કાલકાજીના આમ આદમી આર્મી પાર્ટીના ધારાસભ્ય આતિશી માર્લેનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આતિશી માર્લેનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - Atishi Marleano Corona positive
કાલકાજીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આતિશી માર્લેનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે 16 જૂનના રોજ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

આતિશીને શરદી અને ઉધરસ થઈ હતી. ત્યારબાદ તેને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો આજે બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાનાં સામાન્ય લક્ષણો હોવાથી તેઓ હોમ કવોરંટાઇન થયા છે. આતિશી ઉપરાંત, આમ આદમી પાર્ટીના નેતા અક્ષય મરાઠે પણ કોરોના સંક્રમિત થયા છે.
આતિશી વિધાનસભા ઉપરાંત, દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ સાથે પણ કામ કરી રહી હતી. 11 જૂનના રોજ તેની સાથે કામ કરતા આરોગ્ય વિભાગનો કર્મચારી કોરોના પોઝિટિવ આવતા તેઓ હોમ આઈશોલેટ થયા હતા.
આતિશી ત્રીજા ધારાસભ્ય છે, જે કોરોના પોઝિટિવ આવ્યા છે, તે પહેલાં કરોલ બાગના ધારાસભ્ય વિશેષ રવિ અને પટેલ નગરના ધારાસભ્ય રાજકુમાર આનંદ પણ કોરોના સંક્રમિત છે. અહીં, દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન બીમાર થયા પછી હોસ્પિટલમાં દાખલ થયા છે અને આજે તેમનો ફરીથી કોરોના ટેસ્ટ થયો છે.