કૈલાશ વિજયવર્ગીયના MLA પુત્રની ધરપકડ, નિગમના અધિકારીને બેટથી માર્યો હતો માર - BJP
ઈંદૌરઃ કૈલાસ વિજયવર્ગીયના પુત્ર અને ભાજપાના ધારાસભ્યએ નિગમના અધિકારીને ક્રિકેટ બેટથી ધોલાઈ કરવાની ઘટના સામે આવી છે. આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરવામાં આવી છે. પોતાના સમર્થકો સાથે ગેરકાયદેસર ઈમારતો પર કાર્યવાહી કરવા આવી પહોંચેલી નિગમની ટીમ સાથે મારામારી કરી છે.

hd
ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના ધારાસભ્ય પુત્રની ગુંડાગર્દી સામે આવી છે. તેમણે નિગમના અધિકારીની બેટ વડે માર માર્યો છે. કૈલાસ વિજયવર્ગીયના ધારાસભ્ય પુત્રનું નામ આકાશ વિજયવર્ગીય છે.
- ભાજપા ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ ક્રિકેટ બેટથી નગર નિગમ અધિકારીની ધોલાઈ કરી
- ઈદૌરની વિધાનસભા ત્રણથી ધારાસભ્ય છે આકાશ વિજયવર્ગીય
- સમર્થકોની સાથે આકાશ વિજયવર્ગીયએ અધિકરી પર હુમલો કર્યો
- દબા તોડવાના અભિયાન માટે તેમના વિસ્તારમાં પહોંચ્યા હતા અધિકારી
- નિગમ અધિકારીની ઘટનાસ્થળેથી મારીને ભગાવ્યા
- પોલીસે વચ્ચે પડી બચાવ કર્યો.
Last Updated : Jun 26, 2019, 7:49 PM IST