ગુજરાત

gujarat

ETV Bharat / bharat

AAIએ સ્થાનિક વિમાન પ્રવાસ માટે માર્ગદર્શિકા જાહેર કરી - ઘરેલુ હવાઇ યાત્રા દિશા નિર્દેશ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઘરેલું વિમાન પ્રવાસી માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. સૂચના મુજબ પ્રવાસીઓએ ફ્લાઇટના બે કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે. પ્રવાસીઓને સ્ક્રીનીંગ પછી જ એરપોર્ટ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

Etv Bharat, Gujarati News, Covid 19,  NAT-HN-guidelines of Airports Authority of India-21-05-2020-desk
AAI સ્થાનિક ફ્લાઇટ પ્રવાસ માટે માર્ગદર્શિકા કરી જાહેર

By

Published : May 21, 2020, 12:18 PM IST

નવી દિલ્હી: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ઘરેલું વિમાન પ્રવાસ માટેની માર્ગદર્શિકા જારી કરી છે. આગમન માટે 19 સૂચનાઓ જારી કરવામાં આવી છે, જ્યારે પ્રસ્થાન માટે 36 નિર્દેશો આપવામાં આવ્યા છે. માર્ગદર્શિકા મુજબ પ્રવાસીએ ફ્લાઇટના બે કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે. પ્રવાસીઓને સ્ક્રીનીંગ પછી જ એરપોર્ટ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

AAI સ્થાનિક ફ્લાઇટ પ્રવાસ માટે માર્ગદર્શિકા કરી જાહેર

આ માર્ગદર્શિકા મુજબ, બધા પ્રવાસીએ તેમના ફોન પર આરોગ્ય સેતુ એપ્લિકેશનથી ફરજીયાત નોંધણી કરાવવી ફરજીયાત છે. જો કે, આરોગ્યા સેતુ 14 વર્ષથી નીચેના બાળકો માટે ફરજિયાત રહેશે નહીં.

AAI સ્થાનિક ફ્લાઇટ પ્રવાસ માટે માર્ગદર્શિકા કરી જાહેર

પ્રવેશદ્વાર પર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ / વિમાનમથકનો કર્મચારી આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં પ્રવાસીએ પોતાનું નોંધણી કરાવી છે કે નહીં તેની ચકાસણી કરશે.

આ અગાઉ નાગરિક ઉડ્ડયન પ્રધાને વિમાન પ્રવાસીઓ વિશે કહ્યું હતું કે, 25 મેથી ઘરેલું ફ્લાઇટ્સ શરૂ થશે. શરૂઆતમાં માત્ર થોડા ટકા ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. આ પછી, અમે અનુભવના આધારે ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો કરીશું.

તેમણે સામાજિક અંતર વિશે કહ્યું હતું કે, મધ્યમ બેઠકને વિમાનમાં ખાલી રાખવી વ્યવહારિક નથી. જો તમે મધ્યમ બેઠક ખાલી રાખશો, તો પણ સામાજિક અંતર માટે નિર્ધારિત અંતરનું પાલન કરી શકાતું નથી. જો તમે આ કરવા માંગતા હો, તો તમારે એરલાઇન ટિકિટની કિંમતમાં 33 ટકાનો વધારો કરવો પડશે.

ABOUT THE AUTHOR

...view details