આ બાબતે ટિપનીસે જણાવ્યુ કે, ભારતીય વાયુસેનાએ ઉતકૃષ્ટ કામગીરી દાખવી છે. તેમણે કહ્યુ કે, દેશની નીતિમાં ફેરફાર અને રાજનૈતિક ઇચ્છા શકિત, દિશા અને આત્મવિશ્વાસમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે.
ટિપનીસે કહ્યુ કે, પહેલી વખત અમારી કોઇ કાર્યવાહી સક્રિય રહી છે, અને પ્રતિક્રિયાશીલ નથી. હવે અમે કહી શકીએ છીએ કે ભારત કાર્યવાહી કરી શકે છે અને આગળ પણ કરશે. અમે રાષ્ટ્રની સુરક્ષા માટે મજબૂતીથી ઉભા છે.
વધુમાં તેમણે કહ્યું કે, સેનાએ પાકિસ્તાનના સૌથી મોટા આતંકી કેંપમાં ધુસીને આતંકીઓને માર્યા અને સેનાને કોઈ નુકશાન પણ નહી થયુ.
ભારત પાક. વચ્ચેના પરમાણુ યુદ્ધને લઈને ટિપનીસે કહ્યુ કે, પરમાણુ યુદ્ધનો તેમને કોઇ ડર નથી. આ ફક્ત પાકિસ્તાનીઓની આપણને ડરાવવાની એક નીતિ છે. પાકિસ્તાન ભારત પર હુમલો નહી કરી શકે, કારણ કે ભારત હુમલાનો શ્રેષ્ઠ જવાબ આપશે અને ભારત પાસે પરમાણું નિવારણ માટેની નિતી છે.
તેમણે કહ્યુ કે, જો પાક. સર્જિકલ સ્ટ્રાઇક કરવાની કોશિશ કરે છે. તો ભારત એનો એવો જવાબ આપશે કે પાક. ફરીથી સ્ટ્રાઇક કરવા લાયક નહી રહે. અમારી કાર્યવાહી બાદ પાક.માં કોઇ રોવા લાયક પણ નહી રહે. પાકિસ્તાન આ વાત જાણે છે અને માટે જ તે પરમાણુ હુમલો નહી કરે.
તેમણે સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યુ છે. તેમણે કહ્યુ કે, અમારી સેના પાસે ઉપકરણ, હથિયાર, ગોળા-દારુગોળો, ડ્રોન્સ, જહાજ તૈયાર હોવા જોઈએ.