ભગવાન શ્રીરામની નગરી ફરીથી એકવાર પોતાના કામની પ્રતિક્ષા કરી રહી છે. ઇટીવી ભારતમાં મુખ્ય આયોજન પહેલા તૈયારીઓની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે. જેમાં રામ કથા પાર્કથી લઇને રામની પૈડી અને સરયુ ઘાટ પર બનેલા આરતી સ્થળનું પણ નિરિક્ષણ કરવામાં આવશે. આ દિપોત્સવ પહેલા રામની પૈડી પર લેઝર લાઇટ શો દ્વારા રામલીલા પ્રસ્તુતિનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા સહિત પુષ્પક વિમાનના પ્રતિક સમાન હેલિકોપ્ટરથી રામ કથા પાર્કની પાસે બનેલા હેલીપૈડ પર ઉતરવું, જેનું મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા સ્વાગત કરવામાં આવશે. તે બાદ દીપ પ્રાગટ્ય અને સરયુ આરતી લેઝર લાઇટ દ્વારા રામની પૈડી પર રામ કથા પ્રદર્શિત કરવાનો પ્રમુખ કાર્યક્રમ છે.
અહીં દિપોત્સવ પહેલા અયોધ્યામાં ત્રણ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ છે. આ કાર્યક્રમના બીજા દિવસે ગુપ્તાર ઘાટ અને ભજન સંધ્યા સ્થળ પર કલાકારોએ શાનદાર પ્રસ્તુતિ આપી હતી.
આ કાર્યક્રમમાં ભારતીય કલાકારોએ લોક કલાથી દરેક લોકોના મન મોહી લીધા હતાં, તો બીજી તરફ વિદેશી કલાકારોએ પણ અદ્દભુત પ્રસ્તુતિ આપી હતી. ગુપ્તાર ઘાટમાં કલાકારોએ છાઉ નૃત્ય, સુંદરકાંડ નૃત્ય નાટિકા, રામલીલા ભજન ગાયન અને વિદેશી રામલીલા પ્રસ્તુત કરી હતી.
ગુપ્તાર ઘાટમાં છાઉ નૃત્ય ઝારખંડથી અયોધ્યા આવેલા કલાકારો રજૂ કર્યું હતું. આ તરફ સુંદરકાંડ નૃત્ય નાટિકા લખનઉની કલાકાર સુરભિ ટંડને રજૂ કરી હતી. રામલીલા દિલ્હીના કલાકાર યશ ચૌહાણ, ભજન ગાયક લખબીરસિંહ લક્ખા અને વિદેશી રામલીલા ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાના કલાકારોએ પ્રસ્તુત કરી હતી.
અયોધ્યામાં ‘રામ રાજ્ય’ વાળી દિવાળી આ દિપોત્સવ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. આ વખતે સાકેત મહાવિદ્યાલયથી નીકળનારી ઝાંખીમાં પણ ખાસ થવાનું છે, જેમાં 1000 કલાકાર સામેલ થશે અને આ કલાકાર 500 મોહરાઓ લગાવીને ઝાંખીને અદ્દભુત બનાવશે.
અયોધ્યામાં ‘રામ રાજ્ય’ વાળી દિવાળી અયોધ્યામાં દિપોત્સવ, 5.51 લાખ દીવડાઓ પ્રગટાવીને બનશે વિશ્વ રેકોર્ડ