ભીલવાડઃ 5 વર્ષ પહેલા ચોરી થયેલા ગધેડાનો કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. જેના માલિકે જાહેર કરાયેલી સાબિતી પછી મંદિરે જઈ થયો ખુલાસો થયો, આજ સુધી આપણે 2 પક્ષોને જમીન-મિલકત , સ્થિર-અસ્થિર સંપત્તિ માટે પોલીસ સ્ટેશન કે અદાલતના ચક્કર લગાવતા જોયા હશે, પરંતુ આ જમાનામાં માણસ અને પશુ વચ્ચેનો પ્રેમ પણ જોવા મળે છે.
જિલ્લાના કોટડી સ્ટેશન અધિકારી સુરેશ કુમાર ચૌધરીએ જણાવ્યુ કે, એક વ્યકિતએ ફરિયાદ કરી કે, અન્ય કોઈ સમાજનો એક વ્યક્તિ તેમના ગધેડાના લઈ ગયા છે. આ ફરિયાદ પર પોલીસે ગધેડાને લઈ જનારા વ્યકિતને સ્ટેશન પર બોલાવ્યા અને બંન્ને પક્ષોએ ગધેડા પર પોતાના માલિકી હક જતાવ્યો, ત્યાર બાદ પોલીસે બંન્ને પક્ષો પાસેથી ગધેડા સંબંધિત પુરાવા માંગ્યા, જેમાં એક પક્ષે તેની ઉંમર 7 વર્ષ જણાવી તો બીજા પક્ષે 12 વર્ષની ઉંમર કહી. આ પછી પશુ ચિકિત્સકને સ્થળ પર બોલાવવામાં આવ્યા, તેમજ ગધેડાનું સ્વાસ્થ્ય પરિક્ષણ કરવામાં આવ્યુ. સ્વાસ્થ્ય પરિક્ષણ દરમિયાન તેની ઉંમર 10 વર્ષથી વધારે જાણવા મળી. ડોક્ટરી તપાસ દરમિયાન પુરાવા આધારિત ગધેડાને તેમના સાચા માલિક રામદેવ બાગરિયાને સોંપવામાં આવ્યો. તો આવી રીતે થઈ ગધેડા બાદલની ઓળખાણ.