15 ઑગસ્ટના રોજ વરીષા બેગમની પુત્રી રૂબીનાના લગ્ન રાજસ્થાનના ધોલપુરમાં રહેતા નદીમ ઉર્ફે પપ્પન સાથે થયા હતા. 15 ઑગસ્ટના રોજ નદીમ લગ્ન કરવા વરીશા બેગમના ઘરે પહોંચ્યો હતો. હાથમાં મહેંદી લગાવીને રૂબી તેની રાહ જોઇ રહી હતી.
લાલચી પતિએ ત્રણ કલાકમાં જ આપ્યા ત્રીપલ તલાક - happened
આગ્રા: તાજનગરી આગ્રામાં એક યુવતી ટ્રિપલ તલાકનો શિકાર બની છે. આ યુવતીના લગ્ન 15 ઑગસ્ટના રોજ થયા હતા અને 16 ઓગસ્ટે તેના લાલચી પતિએ કારની માગ પૂરી ન થતા વિદાય આપતા પહેલા જ તેને છૂટાછેડા આપી દીધા હતા.
લગ્નમાં જાનૈયાઓ પોતાની મજા લઇ રહ્યા હતા. ત્યારે, બીજી તરફ રૂબીના નિકાહ નદીમ સાથે થઇ રહ્યા હતા. નિકાહ બાદ બંનેના પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ હતો. પરંતુ, થોડા સમય પછી જ્યારે સલામીની વિધી શરૂ થઇ ત્યારે પરિવારની ખુશી શોકમાં ફેરવાઇ ગઇ હતી.
સલામીની વિધીમાં બેઠેલા લોભી વરરાજા નદીમે રૂબીના પરિવારજનો પાસે કારની માંગણી શરૂ કરી હતી. પરિવારે જણાવ્યું કે અમે અચાનક કાર ક્યાંથી લઇ આવીએ? અને પછી લાલચી વરરાજા નદીમ ગુસ્સે થયો અને રૂબીને ટ્રિપલ તલાક બોલીને તલાક આપી દીધા હતાં.