રાજસ્થાન: રાજ્યસભા ચૂંટણીમાં ક્રૉસ વૉટિંગ ન થાય તે માટે ગુજરાતના ધારાસભ્યોને જયપુર લાવવાનો સિલસિલો ચાલુ છે. ગુજરાતના ધારાસભ્યો અમદાવાદથી જયપુર આવ્યા છે. આ ધારાસભ્યોને રિસીવ કરવા રાજસ્થાન વિધાનસભાના મહેશ જોષી હાજર રહ્યા હતા. ધારાસભ્યોની સુરક્ષા વ્યવસ્થાને લઈ જયપુર એરપોર્ટ પર પોલીસ સિવાય અધિકારીઓ હાજર રહ્યા હતા. ધારાસભ્યોને ચુસ્ત બંધોબંસ્ત સાથે આમેર સ્થિત શિવ વિલાસ રિસોર્ટ લઈ જવામાં આવ્યા હતા.
રાજ્યસભા ચૂંટણી પહેલાં ગુજરાતના કુલ 61 ધારાસભ્યો જયપુર પહોચ્યાં - શિવ વિલાસ રિસોર્ટ
રાજ્યસભા ચૂંટણીમાં ક્રૉસ વૉટિંગ ન થાય તે માટે ગુજરાતના ધારાસભ્યોને જયપુર લાવવાનો સિલસિલો ચાલુ છે. આજે પણ ગુજરાતના કેટલાક ધારાસભ્યો જયપુર પહોચ્યાં હતા. આપને જણાવી દઈએ કે, શનિવારના રોજ ગુજરાતના 14 ધારાસભ્યો જયપુર પહોચ્યાં હતા. ત્યારબાદ 23 ધારાસભ્યો જયપુર પહોચ્યાં હતા અને આજે પણ 19 ધારાસભ્યો જયપુર પહોચ્યાં છે. વધુ 5 ધારાસભ્યો જયપુર પહોચ્યાં છે.
etv bharat
જયપુર પહોચનાર ગુજરાત કોંગ્રેસના 19 ધારાસભ્યોના નામ
- વિક્રમ માડમ
- ભીખાભાઈ જોષી
- ઈમરાન ખેડાવાલ
- ગ્યાસુદ્દીન શેખ
- કાંતીભાઈ ખરાડી
- બ્રિજેશ મેરજા
- મહેશ પટેલ
- મોહમ્મદ પિરઝાદા
- મોહનભાઈ વાળા
- અશ્વિન કોટવાલ
- નટવરસિંહ મહિડા
- સુખરામભાઈ દેસાઈ
- અનિલ જોશીયારા
- નિરંજન પટેલ
- ગુલાબસિંહ રાજપૂત
- મોહનસિંહ રાઠવા
- વિરજીઠુંમર
- પૂંજાભાઈ વંશ
- ભરતજી ઠાકોર
ગુજરાતના વધુ 5 ધારાસભ્યો જયપુર એરપોર્ટ પર પહોચ્યાં
- શૈલેશ પરમાર
- અર્જૂન મોઢવાડિયા
- રાજીવ સાતવ
- ગૌરવ પંડ્યા
- હિમાંશું વ્યાસ