ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદ્યાર્થીઓને જ્ઞાનરૂપી રોશની આપતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ! - education in chhattisgarh

છત્તીસગઢઃ શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોની ભણાવવાની વૃતિ બંનેમાં ક્યાંક ખોટ વર્તાઈ રહી છે, તેવા સમયે છત્તીસગઢમાં બંને આંખથી ન જોઈ શકતા શિક્ષકે અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. જીવનના પડાકારો સામે હાર માન્યા વિના તેમણે શિક્ષણયજ્ઞ શરૂ કર્યો છે.

શિક્ષણની ગુણવત્તા દેશમાં શિક્ષકોની સમસ્યાઓ best teacher blind teacher teach student blind teacher education in chhattisgarh teacher inspire students

By

Published : Nov 21, 2019, 12:25 PM IST

શિક્ષણની ગુણવત્તાનું સ્તર ઘટે તો તે માટે શિક્ષકોના માથે માછલા ધોવાઈ છે. મોટાભાગના શિક્ષકો સામે એવા આક્ષેપ થાય છે કે તેઓ જવાબદારીઓને કામની રીતે જુએ છે. જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે. આ પરિસ્થિતિની વચ્ચે છત્તીસગઢના ધમતરીમાં એક શિક્ષક એવા પણ છે જે આંખોથી જોઈ નથી શકતા, પરંતુ છતાં બાળકોમાં સારા સંસ્કાર અને યોગ્ય શિક્ષણનું સિંચન કરવાને પોતાની જવાબદારી ગણે છે. દિવ્યાંગ શિક્ષક હરિશંકર કુર્રે આખા શિક્ષણજગત માટે મિશાલ બન્યા છે. વળી, બાળકો તેમની ભણાવવાની પદ્ધતિથી પણ ખુશ છે.

છિપલી ગામની માધ્યમક શાળામાં હકિશંકર કુર્રે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ બાળકોની સામાજિક વિજ્ઞાન, હિન્દી અને વિજ્ઞાન જેવા વિષય ભણાવે છે. તેમની ખાસ વાત એ છે કે તેઓ બંને આંખોએ જોઈ શકતા નથી, છતાં આગવા અંદાજમાં ભણાવે છે અને બાળકોને તેમની ભણાવવાની રીત ખૂબ જ પ્રિય છે. હરિશંકર કુર્રેને પોતાની બંને આંખો ન હોવાનો અફસોસ નથી.

આંખો ન હોવા છતાં વિદ્યાર્થીઓને જ્ઞાનરૂપી રોશની આપતા શિક્ષક!

આંખો ન હોવાથી ક્યારેય તેમની રાહમાં અડચણ ઉભી નથી થઈ. દિવ્યાંગ શિક્ષક કહે છે કે તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી પરંતુ તેમણે ક્યારેય હાર નથી માની, પણ હંમેશા પોતાની આવડત બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ લોકોને પ્રેરણા આપતા કહે છે કે, લોકોએ દરેક મુશ્કેલીનો સામનો કરતા શીખવુ જોઈએ. તેમની એક આંખ બાળપણથી જ ખરાબ હતી અને બીજી આઠમાં ધોરણમાં ખરાબ થઈ હતી. છતાં હાર માન્ય વિના જીંદગીમાં તેઓ લડતા રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details