બેંગલુરુઃ કોરોના પ્રકોપના કારણે દેશમાં લોકડાઉન લાગુ કરાયું છે. આ લોકડાઉનમાં લોકોને જે-તે સ્થળે રહેવા જણાવ્યું છે, ત્યારે આ બધાની વચ્ચે એક યુવાને આંધ્રપ્રદેશથી કર્ણાટકના હાસન જિલ્લામાં તેના ઘરે ચાલીને પહોંચ્યો હતો.
હાસન જિલ્લામાં બેલૂર તાલુકાના અલરુ ગામમાં રહેતા ગણેશે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટમના એક બેકરીમાં કાર્યરત છે. તેમના માલિક બેલૂર નિવાસી છે. જેમને કોરોના મહામારીના કારણે કર્ણાટક પરત ફર્યા છે.
ગણેશને લોડાઉનમાં પૈસા અને ભોજન સહિત વસ્તુઓ મેળવવામાં ભારે હાલાકી વેઠવી પડતી હતી.આંતરરાજ્ય મુસાફરી બંધ થવાના કારણે ગણેશ અને તેની સાથે અન્ય છોકરાઓ પણ 450 કિ.મીનું અંતર ચાલીને પોતાને ઘરે પહોંચ્યા હતા.
વિશાખાપટ્ટમ પહોંચવા માટે તેમણે બે ગાડીઓ પાસેથી મદદ માંગી હતી અને જ્યાં ગાડી નહોતી મળતી ત્યાં તેઓ ચાલીને અંતર કાપતા હતાં. પોતાના ગામ પહોંચ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી. બાદમાં તેમને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરાયા હતા.