ઉત્તર પ્રદેશ : રાજ્યમાં ક્વૉરન્ટીન સેન્ટરની બદહાલી દર્શાવતા વીડિયો વાઈરલ થઈ ચૂક્યા છે. ફિરોજાબાદ જિલ્લાના એક રેલવે કર્મચારીએ ક્વૉરન્ટીન સેન્ટરમાં આપઘાત કરતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. હવે એવો દાવો કરવામાં આવે છે કે, રેલવે કર્મચારી ડિપ્રેશમાં હતો.
ઉત્તર પ્રદેશમાં ક્વૉરન્ટીન સેન્ટરમાં રેલવે કર્મચારીએ કર્યો આપઘાત - UP corona update
ઉત્તર પ્રદેશમાં ક્વૉરન્ટીન સેન્ટરની બદહાલી દર્શાવતા વીડિયો વાઈરલ થઈ ચૂક્યા છે. ફિરોઝાબાદ જિલ્લાના એક રેલવે કર્મચારીએ ક્વૉરન્ટીન સેન્ટરમાં આપઘાત કરતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. હવે એવો દાવો કરવામાં આવે છે કે, રેલવે કર્મચારી ડિપ્રેશનમાં હતો.
ઉત્તર પ્રદેશમાં ક્વૉરન્ટીન સેન્ટરમાં રેલવે કર્મચારીએ કર્યો આપઘાત
ટૂંડલાના ક્વૉરન્ટીન સેન્ટરમાં એફએચ મેડિકલ કૉલેજમાં 20 એપ્રિલે રેલવેના 59 વર્ષીય કર્મચારીને દાખલ કરવામાં આવ્યો હતો. સવારે નાસ્તો આપવાના સમયે તેનો મૃતદેહ પંખા સાથે લટકેલો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ ક્વૉરન્ટીન સેન્ટરમાં દાખલ કર્યા પછી કર્મચારી ડિપ્રેશનમાં આવી ગયો હતો.