મળતી વિગતો મુજબ, બસ હાપુડથી નોઈડા જઈ રહી હતી. જે દરમિયાન બસની આગળ ડિવાઇડર સાથે ટકરાઈને એક ટ્રેક્ટર ટ્રોલી આવી ગઈ હતી. જેના કારણે બસ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ટક્કર સર્જાઈ હતી. અચાનક સર્જાયેલા અકસ્માતને કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાને કારણે બસમાં બેઠેલા અંદાજે એક ડઝન જેટલી મહિલાઓ અને પુરુષોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
ગાઝિયાબાદમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 10-12 લોકો ઘાયલ - ગાઝિયાબાદમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અથડામણ
ઉત્તરપ્રદેશ: ગાઝિયાબાદમાં સોમવાર સવારે નેશનલ હાઈવે 9 પર એક ખાનગી બસ અને ટ્રેક્ટર ટ્રોલીની એકબીજા સાથે ટક્કર થઈ હતી. બસમાં સવાર 10થી 12 જેટલા લોકોને સાધારણ ઇજા પહોંચી છે.
![ગાઝિયાબાદમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 10-12 લોકો ઘાયલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5037676-thumbnail-3x2-up.jpg)
A private company bus and tractor trolley collided with each other in Ghaziabad
ગાઝિયાબાદમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અથડામણ
જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અહીં મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. બસમાં આશરે 60 લોકો સવાર હતા અને બસ નોઈડાથી હાપુર થઈને ગાઝિયાબાદ જઈ રહી હતી.