નોઇડાઃ યુપીના નોઇડામાં હરોલાના સેક્ટર-5માં રહેનારા એક શખ્સે પોતાની ગર્ભવતી પત્નીને હોસ્પિટલમાં લઇ જવા માટે ત્રણ વખત એમ્બ્યુલન્સને ફોન કર્યો હોવા છતા એમ્બ્યુંલન્સ ના આવતા મજબુરીમાં તેમના પતિ મોહમ્મદ મુર્શીદને ટ્રાન્સ્પોર્ટની ગાડીમાં સેક્ટર-30માં આવેલી જિલ્લા હોસ્પિટલમાં લઇ જવી પડી હતી. આ ઘટના અંગે જ્યારે CMS ડોક્ટર વંદના શર્મા સાથે વાત કરવાની કોશીશ કરી તો તેમણે જણાવ્યું કે એમ્બ્યુલન્સની જવાબદારી CMOની છે તમે એની સાથે વાત કરો.
હરોલામાં રહેનારા મોહમ્મદ મુર્શીદે જણાવ્યું કે, તેમની પત્ની ગર્ભવતી છે અને તેમને પીડા શરૂ થતા અમે એમ્બ્યુલન્સને ત્રણ વખત કોલ કર્યો હતો, પરંતુ કોઇ જવાબ નહી આવતા અમારે મજબુરીમાં મારી પત્નીને ટ્રાન્સ્પોર્ટની ગાડીમાં હોસ્પિટલમાં પોહોંચાડવાની ફરજ પડી હતી.