પીલીભીતઃ ઉત્તર પ્રદેશનો પીલીભીત જિલ્લો દેશ અને રાજ્યનો પ્રથમ કોરોના વાઇરસ મુક્ત જિલ્લો બન્યો છે, પરંતુ દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસને લીધે જિલ્લા પીલીભીતમાં કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ ફરીથી સામે આવ્યો છે. જેમાં એક 24 વર્ષિય યુવકનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.
પીલીભીતમાં કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ ફરીથી સામે આવ્યો - corona news
ઉત્તરપ્રદેશનો પીલીભીત જિલ્લો દેશ અને રાજ્યનો પ્રથમ કોરોના વાઇરસ મુક્ત જિલ્લો બન્યો હતો, પરંતુ દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસને લીધે જિલ્લા પીલીભીતમાં કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ ફરીથી સામે આવ્યો છે.
![પીલીભીતમાં કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ ફરીથી સામે આવ્યો પીલીભીટમાં કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ ફરીથી સામે આવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6955034-1011-6955034-1587958874256.jpg)
પીલીભીટમાં કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ ફરીથી સામે આવ્યો
ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ફરી કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ યુવકનો રિપોર્ટ 22 એપ્રિલે પીલીભિતથી લખનઉ મોકલવામાં આવ્યો હતો.
આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા પીલીભીત જિલ્લામાં સાઉદી અરેબિયાથી પરત આવેલા 37 લોકોમાંથી 2 લોકોમાં કરોના વાઇરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં બંન્ને લોકો સ્વસ્થ જણાતા બન્નેને ઘરે મોકલ્યા હતા, પરંતુ ફરીથી જિલ્લામાં કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે.