ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિરમાં ભક્તોનું ચેકીંગ કરતો પોલીસકર્મી બેભાન થઈ ઢળી પડ્યો - Police personnel fainted in mathura

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું છે. ત્યારે સરકારની ગાઈડલાઇન્સ અનુસાર ફરજિયાત થર્મલ સ્ક્રીનીંગ બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જે મુજબ સુશીલકુમાર નામનો એક પોલીસકર્મી જે પીપીઈ કીટ પહેરી ચેકીંગ કરી રહ્યો હતો તે અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો.

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિર માં ભક્તોનું ચેકીંગ કરતો પોલીસકર્મી બેભાન થઈ ઢળી પડ્યો
મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિર માં ભક્તોનું ચેકીંગ કરતો પોલીસકર્મી બેભાન થઈ ઢળી પડ્યો

By

Published : Jun 8, 2020, 7:29 PM IST

મથુરા: શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિરના ગેટ નંબર વન પર ડ્યૂટી કરી રહેલો સુશીલ કુમાર નામનો પોલીસકર્મી પીપીઇ કીટ પહેરી દર્શનાર્થીઓનું ચેકીંગ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક બેભાન થઈ ઢળી પડતાં અધિકારીઓ તાત્કાલિક તેને સારવાર માટે લઇ ગયા હતા.

બીમાર પોલીસકર્મીને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અનલૉક-1માં સોમવારથી દેશભરના તમામ મંદિરો ખોલવામાં આવ્યા છે પરંતુ શ્રદ્ધાળુઓને થર્મલ સ્ક્રીનીંગ, સેનેટાઈઝરના વપરાશ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details