ચૈન્નઇઃ તમિલનાડુના મદુરાઇમાં સારવાર લઈ રહેલા દર્દીની હત્યાથી ચકચાર મચી છે. આ ઘટના એક સરકારી હોસ્પિટલમાં બની હતી. શરુઆતી માહિતી મુજબ ચાર અજાણ્યા શખ્સોએ સોમવારે તિક્ષ્ણ હથિયારો સાથે મદુરાઇની રાજાજી સરકારી હોસ્પિટલમાં પ્રવેશ કર્યો અને સારવાર કરાવી રહેલા દર્દીની હત્યા કરી હતી.
તમિલનાડુઃ મદુરાઇની સરકારી હોસ્પિટલ દર્દીની હત્યાથી ચકચાર, તપાસ શરુ - મદુરાઇ રાજાજી હોસ્પિટલ
મદુરાઇની એક સરકારી હોસ્પિટલમાં દર્દીની હત્યાથી ચકચાર મચી ગઈ છે. મથિચિયલ પોલીસે કેસ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
Madurai Rajaji Hospital
આ સંબંધે મથિચિયમ પોલીસનું કહેવું છે કે, આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે, જો કે, હત્યાનું કારણ અકબંધ છે. પોલીસ મામલાની તપાસ ચલાવી રહી છે.