ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લખનઉમાં મહિલા ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટોરેન્ટોથી આવેલી મહિલાને લાગ્યો ચેપ - લખનઉમાં પ્રથમ કોરોના વાયરસનો કેસ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોરોના વાયરસના પ્રથમ દર્દીની પુષ્ટિ થઈ છે. પ્રાથમિક તપાસમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. દર્દીને હાલ KGMUના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યાં છે.

ETV BHARAT
લખનૌમાં પ્રથમ કોરોના વાયરસનો કેસ આવ્યો સામે

By

Published : Mar 12, 2020, 1:36 PM IST

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાનીમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. કેનેડાથી લખનઉ આવેલી મહિલા ડૉક્ટરમાં કોરોના વાયરસની પૃષ્ઠિ થઇ છે. તપાસ માટે આ અગાઉ એક નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં રોગની પૃષ્ઠી થતાં દર્દીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે.

વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે આ અસરગ્રસ્ત દર્દી ટોરેન્ટોથી લંડન ત્યારબાદ મુંબઈથી 8 માર્ચે લખનઉ પહોંચ્યાં હતાં. જો કે, લખનઉના એરપોર્ટમાં થર્મલ પાવર દ્વારા તેમની પ્રાથમિક તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે રોગના લક્ષણો સામે આવ્યાં નહોતા. ઓબ્ઝર્વેશન પ્રક્રિયા દરમિયાન દર્દીના નમૂનાને KGMU મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેમના રિપોર્ટમાં કોરોના વાયરસની પૃષ્ઠિ થઇ છે.

દર્દી વ્યવસાયે ડૉક્ટર છે. જો કે, દર્દીના પતિમાં હજુ સુધી કોરોના વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી અને છતાં તેમને પણ આઇસોલેશન વોર્ડમાં પણ રાખવામાં આવ્યાં છે, જ્યાં તેમની KGMUમાં કોરોના વાયરસ સંબંધિત તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details