નવી દિલ્હીઃ દિલ્હીના મોટા ભાગના ઘર જૂના સમયના છે અને વરસાદ દરમિયાન અહીં કોઇને કોઇ ઘટના બનતી રહે છે, પરંતુ આ વખતે આ ઘટના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના આધિકારીક આવાસમાં બની છે. મુખ્ય પ્રધાન આવાસમાં અરવિંદ કેજરીવાલની ચેમ્બરની છતનો એક ભાગ ધરાશાયી થયો છે. છત પડ્યા બાદ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે, આ ઘર લગભગ 80 વર્ષ જૂનું છે.
શરૂ થયું સમારકામ
જે ચેમ્બરમાં આ ઘટના બની છે, તેને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ઓફિસ તરીકે ઉપયોગ કરે છે. જોકે, આ દરમિયાન સારી વાત એ છે કે, આ ઘટના બન્યા સમયે ત્યાં કોઇ હાજર ન હતું જેથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના બાદ એજન્સીઓ હરકતમાં આવી અને સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન સતત બે વખત આ ઘટના બની છે.