નોઇડા (દિલ્હી): સેક્ટર-10માં આવેલી D224 કંપનીના ટોપ ફ્લોર પર અચાનક ધૂમાડાના ગોટે-ગોટા નિકળવા લાગ્યા હતા અને તેના થોડા સમય બાદ આગ દેખાવા લાગી હતી. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. જે જગ્યા પર આગ લાગી તે જગ્યા પર પ્રિન્ટીંગનું કામ કરવામાં આવતું હતું અને તે જગ્યા પર કેમીકલ હોવાની વાત પણ સામે આવી છે. કેમીકલના કારણે સમગ્ર ફ્લોર પર આગ ફેલાઇ હતી.
દિલ્હીના નોઇડાની પ્રિન્ટીંગ પ્રેસમાં લાગી આગ, કોઇ જાનહાની નહીં - Noida
ગરમી વધવાની સાથે દેશના અલગ-અલગ ભાગમાં આગ લાગવાની શરૂ થઇ છે. ગુજરાતના સાણંદમાં ફેક્ટરીમાં થોડા દિવસો પહેલા જ આગ લાગી હતી. જ્યા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જ્યારે નોઇડામાં પણ સેક્ટર 10માં આવેલ એક પ્રિટિંગ પ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી અને આ આગ ટોપ ફ્લોર સુધી પહોચતા વાર લાગી નહોતી. આગ લાગતાની સાથે ફાયર બ્રિગેટની ગાડીઓ ઘટના સ્થળ પર દોડી ગઇ હતી. જ્યારે લાંબા સમય બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. રવિવારના કારણે કંપનીમાં રજા હોવાથી કંપની બંધ હતી જેના કારણે કોઇને જાનહાની થઇ નથી. જ્યારે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી આગ લાગવાનું કારણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
નવી દિલ્હીના નોઇડાની પ્રિન્ટીંગ પ્રેસમાં લાગી આગ, કોઇ જાનહાની નહી
આગ લાગવાની જાણકારી ફાયર વિભાગને મળતા 6 ગાડીઓ ઘટના સ્થળ પર પહોચી હતી અને મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. રવિવાર હોવાને કારણે કંપનીમાં કર્મચારીઓની રજા હતી.
જ્યારે ફાયર વિભાગના અધિકારી અરૂણ કુમારે જણાવ્યું કે, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો છે. આગ લાગવાનું કારણ જાણવા નથી મળ્યું પણ શોધખોળ બાદ જાણવા મળશે કે આગ કયા કારણોસર લાગી હતી. જ્યારે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી અને આગ કાબૂમાં લઇ લેવામાં આવી છે. સ્થિતિ પર અમારૂ નિયંત્રણ છે.