છત્તીસગઢઃ સુકમા જિલ્લાના તોંગપાલના દામનકોંટા વિસ્તારમાં શનિવારે સાંજે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક નક્સલવાદીને ઠાર માર્યો છે. આ સાથે જ સીઆરપીએફ અને ડીઆરજીને મોટી સફળતા મળી છે.
છત્તીસગઢમાં સેના-નક્સલી વચ્ચે અથડાંમણ, એક નક્સલી ઠાર - સેના અને નક્સલવાદીઓ વચ્ચે અથડાંમણ
છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક નક્સલવાદીને ઠાર માર્યો છે.
chhatisgarh
સુકમા પોલીસ અધિકારી શલભ સિન્હાએ એન્કાઉન્ટરની પુષ્ટી કરતાં કહ્યું કે, સાંજે 6.30 અને 7.00 વાગ્યાની વચ્ચે સેના અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જવાનોએ એક નક્સલીને ઠાર માર્યો છે. આ સાથે જ નક્સલીના મૃતદેહ પાસેથી 315 બંદુક અને કેટલીક નક્સલી સામગ્રી મળી આવી હતી.