કર્ણાટકઃ કર્ણાટકના ગડગ જિલ્લામાં સ્થિત એક લિંગાયત મઠમાં મુસ્લિમ યુવકને મુખ્ય પૂજારી બનાવવામાં આવ્યાં છે. લિંગાયત મઠની પરંપરાઓને તોડી મુસ્લિમ યુવક દીવાન શરીફ રહમાનસાબ મુલ્લાને મઠના મુખ્ય પુજારી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કર્ણાટકમાં મુસ્લિમ યુવકને બનાવાયો લિંગાયત મઠનો મુખ્ય પૂજારી - મુસ્લિમ યુવક લિંગાયત મઠમાં પુજારી
કર્ણાટકના એક આસુતિ ગામમાં લિંગાયત મઠમાં મુસ્લિમ યુવકને મુખ્ય પૂજારી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 33 વર્ષીય મુસ્લિમ યુવક દીવાન શરીફ રહમાનસાબ મુલ્લા 26 ફેબ્રુઆરીએ પૂજારીના શપશ લેશે.
ગડગ જિલ્લાના આસુતિ ગામમાં સ્થિત મુરુગરાજેન્દ્ર કોરાનેશ્વર શાંતિધામ મઠમાં શરીફને પૂજારી બનાવવામાં આવ્યાં છે. 33 વર્ષીય દિવાન શરીફ રહમાનસાબ મુલ્લા 26 ફેબ્રુઆરીએ લિંગાયત મઠના પૂજારી તરીકે શપથ લેશે. આ મઠ માટે વર્ષો પહેલા શરીફના પિતાજીએ બે એકર જમીન દાનમાં આપી હતી.
આ અંગે દીવાન શરીફ રહમાનસાબ મુલ્લાએ કહ્યું કે, બાળપણથી સુધારક બસવન્નાની શિક્ષાથી પ્રભાવિત રહ્યો છું. તેઓએ સામાજીક ન્યાય અને સદ્ભાવના સાથે આદર્શો પર કામ કર્યા. લિંગાયત મઠ કોઈ પણ ધર્મ સાથે ભેદભાવ રાખ્યાં વગર સામાજિક સૌહાર્દને સર્વોપરી માને છે.