અયોધ્યા: પ્રથમ તપાસમાં કોવિડ -19થી ચેપ લાગેલી એક સગર્ભા મહિલાએ પુત્રીને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે. આ પહેલા સુલ્તાનપુરના હોસ્પિટલમાં મહિલાનો બે વાર ટેસ્ટ કરવામાં આવ્યો હતો,બંને વાર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ મહિલાને જિલ્લા પ્રશાસનના આઈસોલેશન વોર્ડમા્ં દાખલ કરવામાં આવી હતી.
અયોધ્યામાં આઈસોલેશન વોર્ડમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો, બંને તંદુરસ્ત - Ayodhya news
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આઈસોલેશન વોર્ડમાં રહેલી મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. જોકે સદનસીબે બાળક અને માતા બંને તંદુરસ્ત છે.
કોવિડ -19 ની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલી મહિલાની પેથોલોજીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની પુષ્ટિ થયા બાદ જિલ્લા વહીવટીતંત્રે મહિલાને સુલતાનપુરની એલ -1 હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં મહિલાની સારવાર કર્યા બાદ બે વાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બંને રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં.
ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ એસ. કે શુક્લાએ જણાવ્યું હતું કે મહિલાએ એક પુત્રીને જન્મ આપ્યો છે, જેનું વજન 8.8 કિલો છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે. ડિલિવરી દરમિયાન કોવિડ -19 ના તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે.