નવી દિલ્હી:સરહદ પર દેશની સેવામાં રોકાયેલો એક જવાન દિલ્હીમાં રહેતા પોતાના પરિવારની સુરક્ષાની માંગ કરી રહ્યો છે. પાડોશી સાથેની જૂની અદાવતને લઇને થયેલા એક ઝઘડો થયો હતો. જેમાં સૈનિકની પત્ની સહિત ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર ઝઘડો સીસીટીવીમાં કેદ થયો છે. જેમાં પોલીસને સૈનિકના પરિવાર તરફથી ફરિયાદ કરવામાં આવી છે. તેમ છતાં પોલીસ દ્વારા એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, ત્યારે બારામુલામાં તહૈનાત સૈનિકે લેખિતમાં રજૂઆત કરતા દિલ્હીના તમામ ઉચ્ચ અધિકારીઓને પરિવારની સુરક્ષા માટે માંગ કરી છે.
સરહદ પર અનેક પરિવારોની રક્ષા કરતા જવાનનો પરિવાર મુશ્કેલીમાં, સુરક્ષાની માંગ સાથે કરી રજૂઆત
સરહદ પર દેશની સેવામાં રોકાયેલો એક જવાન દિલ્હીમાં રહેતા પોતાના પરિવારની સુરક્ષાની માંગ કરી રહ્યો છે. પાડોશી સાથેની જૂની અદાવતને લઇને થયેલા એક ઝઘડો થયો હતો. જેમાં સૈનિકની પત્ની સહિત ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર ઝઘડો સીસીટીવીમાં કેદ થયો છે. જેમાં પોલીસને સૈનિકના પરિવાર તરફથી ફરિયાદ કરવામાં આવી છે. તેમ છતાં પોલીસ દ્વારા એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, ત્યારે બારામુલામાં તહૈનાત સૈનિકે લેખિતમાં રજૂઆત કરતા દિલ્હીના તમામ ઉચ્ચ અધિકારીઓને પરિવારની સુરક્ષા માટે માંગ કરી છે.
બીએસએફમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા સુરેન્દ્ર કુમાર હાલમાં કાશ્મીરના બારામુલામાં ફરજ પર છે. આ જવાનનો આખો પરિવાર દિલ્હીના ફતેહપુર બેરી પોલીસ સ્ટેશનના ડેરા ગામમાં રહે છે, પરંતુ પરિવારા પાડોશીથી ચિંતિત છે. પાડોશીએ સૈનિકની પત્ની, ભત્રીજા, નાના પુત્ર સહિતને ઇજા પહોંચાડી હતી. ભાઈ મહેન્દ્રના માથા પર 25 ટાંકાઓ પણ આવ્યાંં હતાં. તેમજ તેનો ડાબો પગ તૂટી ગયો છે, ત્યારબાદ પત્નીની જમણી આંખમાં ગંભીર ઈજા થઈ છે અને એક દાંત પણ તૂટી ગયો છે.
સૈનિકના પરિવાર દ્વારા પોલીસમાં કેસ દાખલ કરવામાં આવ્યો હોવા છતાં હજી સુધી પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે સૈનિકે લેખિતમાં દિલ્હી પોલીસના તમામ મોટા અધિકારીઓ પાસે ન્યાયની માંગ કરી છે. જ્યારે પોતાના પરિવારના સભ્યો ઉચ્ચ અધિકારીઓ પાસે તપાસની માંગ કરી રહ્યાં છે. કારણ કે, તેઓને હવે સ્થાનિક પોલીસ પર વિશ્વાસ રહ્યો નથી.