પશ્ચિમ બંગાળ: કોલકત્તામાં IMDના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બુધવારે પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં 4.1ની તીવ્રતાના ભૂકંપના હળવા આંચકા આવ્યા હતા.
પશ્ચિમ બંગાળના બાંકુરામાં 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા - બાંકુરા
પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં 4.1ની તીવ્રતાના ભૂકંપના હળવા આંચકા આવ્યા હતા. જો કે, આ ભૂકંપ માત્ર બે સેકેન્ડ જ ચાલ્યો હતો.
![પશ્ચિમ બંગાળના બાંકુરામાં 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા ભૂકંપ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7274044-909-7274044-1589967561574.jpg)
ભૂકંપ
IMDના અધિકારીએ જણાવ્યું કે, સવારે 11.24 કલાકે ભૂકંપ પૃથ્વીની સપાટીથી 15 કિમીની ઉડાઈ પર ઉત્તર અક્ષાંશના 23.5 અંશ અને રેખાંશ 87.1 ડિગ્રી પૂર્વમાં થયો હતો. આ ભૂકંપ બે સેકન્ડ સુધી ચાલ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાજસ્થાનના ઝુનઝુનમાં પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.