પાર્ટીના સંગઠન મહાસિચવ કેસી વેણુગોપાલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 10 ઓગસ્ટે કાર્યાલય ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ કમીટીની બેઠક થશે. જેથી માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોંગ્રેસના નવા અધ્યક્ષ અંગે નિર્ણય લેવાઈ શકે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં સોનિયા ગાંધીએ કહ્યું, હું અને રાહુલ અધ્યક્ષ પદ માટે ચર્ચા-વિચારણામાં હાજર નહીં રહીએ. નવા અધ્યક્ષની ચર્ચા માટે સીડબ્લ્યૂસીના પાંચ સભ્યોને પાંચ હિસ્સામાં વહેંચી દેવામાં આવ્યા છે. તેઓ દરેક રાજ્યથી આવેલા નેતાઓ સાથે વાત કરશે.
CWCની આ બેઠકમાં રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ જેવા કે અહેમદ પટેલ, પી. ચિદમ્બરમ, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, જ્યોતિરાદિત્ય સિંધિયા, પ્રિયંકા ગાંધી વાડ્રા, સચિન પાયલોટ, જિતિન પ્રસાદ અને સિદ્ધારમૈયા લોકો ઉપસ્થિત રહ્યા છે. બેઠક દરમિયાન નેતાઓ અધ્યક્ષ પદ માટે પ્રિયંકા વાદ્રાના નામનું સુચન કર્યુ છે. નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં મલ્લિકાર્જુન ખડગે અને મુકુલ વાસનિક સૌથી આગળ છે.