કોલારઃ શહેરમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાનું ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કર્યાની ઘટના સામે આવી છે.
કિલારિપેટનો શિવ નામનો યુવાન બે વર્ષથી દેવાંગપેટની 22 વર્ષીય યુવતી સાથે પ્રેમમાં હતો. જોકે તાજેતરમાં જ આ યુવતીના માતા-પિતાએ તેમના પ્રેમને નકાર્યો હતો. આ ઉપરાંત યુવતીએ તેમના માતાપિતાના પસંદિદા યુવક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ. આ વાત તેના પ્રેમીમને ન ગમતા તેણે તેના મિત્રની ઇનોવા કારમાં યુવતીનું અપહરણ કર્યું હતું.