સંગીતાએ પોતાના પતિ શ્રીનિવાસનું અપહરણ કર્યું હતું અને હાલ તેની પોલીસે ધરપકડ કરી છે. આ દંપતિ છેલ્લા 2 વર્ષથી અલગ રહેતા હતા. એવું જાણવા મળ્યું છે કે, શ્રીનિવાસે પોતાની પત્ની સંગીતાના ખરાબ વર્તન અને ખરાબ પાત્રને લીધે તેને છોડી દીધી હતી, પરંતુ સંગીતાએ તેનું 2 દિવસ પહેલા અપહરણ કર્યું હતું. શ્રીનિવાસ પેટ્રોલ પંપમાં કામ કરતો હતો અને જ્યારે તે પેટ્રોલ પંપમાંથી કામ કરીને બહાર આવ્યો હતો ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
કર્ણાટક: પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, અન્ય 4 આરોપી ફરાર - Karnataka Crime News
દવનાગરે: સમગ્ર દેશમાં ગુનાખોરી, અપહરણ, દુષ્કર્મ જેવા બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. દરરોજ કોઇને કોઇ આવા સમાચાર સામે આવે છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ છવાય છે અને રાજ્ય સરકાર સહિત કેન્દ્રીય સરકાર અને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે. આવો જ એક બનાવ કર્ણાટકના દવનાગરેમાં સામે આવી છે. એક સ્ત્રીએ અન્ય 6 લોકો સાથે મળીને પોતાના જ પતિનું અપહરણ કર્યું હતું. આ ઘટના દવનાગરે તાલુકાના લોકીકેરે ગામની છે.
![કર્ણાટક: પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, અન્ય 4 આરોપી ફરાર Etv Bharat, Gujarati News, Karnataka News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5214291-thumbnail-3x2-kannad.jpg)
પત્નીએ જ પતિની કર્યું અપહરણ
હદાડી પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને આરોપીને પકડવા કવાયત હાથ ધરી હતી. જેમાં પત્ની સંગીતાની સાથે 2 અન્યની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 4 લોકોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Last Updated : Nov 29, 2019, 6:49 PM IST