ભોપાલઃ ગ્વાલિયરમાં શહેરની મધ્યમાં ઇંદરગંજ ચાર રસ્તા પર બે પેન્ટની દુકાનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ 3 માળની ઇમારત છે. જેમાં 2 પરિવાર રહે છે અને તે લોકો પણ આ બિલ્ડિંગમાં ફસાયા છે.
ગ્વાલિયર: 3 માળની ઈમારતમાં ભીષણ આગ, 7ના મોત - મધ્ય પ્રદેશ લેટેસ્ટ ન્યૂઝ
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શહેરની મધ્યમાં ઇંદરગંજ ચાર રસ્તા પર બે દુકાનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આગની ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.
હાલ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પરિવારના લોકોને સુરક્ષિત બહાર લાવવાની કામગીરી હાથ ધરાઇ છે, પરંતુ તેમાં બાળકો પુરી રીતે અટાવાયા છે જેની હાલત ગંભીર છે અને તેમને જેએએચ હોસ્પિટલમાં દાખલ કરવા માટે રવાના કરવામાં આવ્યા છે.
વધુમાં જણાવીએ તો આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓની સાથે નગર નિગમ અમલા તમામ પ્રયાસો કરી રહ્યા છે. તો બિલ્ડિંગમાં ફસાયેલા પરિવારોને બહાર લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ બિલ્ડિંગમાં અમુક પરિવારના લોકો ફસાયેલા છે.