ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બુધવારે સાંજે પાંચ વાગ્યે ફ્લોર ટેસ્ટ, મહારાષ્ટ્ર મુદ્દે SCનો આદેશ

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને ચાલી રહેલી અનેક અટકળો વચ્ચે આજે ફરી સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ફ્લોરટેસ્ટ કરવા આવતીકાલના રોજ 5 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. કોર્ટે સમગ્ર પ્રક્રિયાનું જીવંત પ્રસારણ કરવાનો પણ હુકમ આપ્યો છે. જેની પર સમગ્ર દેશની નજર રહેશે. સોમવારે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળી હતી અને દસ્તાવેજો તપાસ્યા હતા. કોર્ટે ફેંસલો અનામત રાખ્યો હતો.

મહારાષ્ટ્ર: ફડણવીસ સરકારના ભવિષ્યને લઇને આજે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય
મહારાષ્ટ્ર: ફડણવીસ સરકારના ભવિષ્યને લઇને આજે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય

By

Published : Nov 26, 2019, 8:04 AM IST

Updated : Nov 26, 2019, 11:04 AM IST

  • મહારાષ્ટ્રમાં આવતીકાલે સાંજે 5 વાગ્યા પહેલા ફ્લોર ટેસ્ટ પૂરો કરવા આદેશ, જેનુ જીવંત પ્રસારણ કરાશે
  • પ્રોટેમ સ્પીકર જ ધારાસભ્યોને શપથ લેવડાવશે અને ત્યારબાદ પ્રોટેમ સ્પીકર જ ફ્લોર ટેસ્ટ કરાવશે

સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં આવતીકાલે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવા જણાવ્યું છે. આ પહેલા પ્રોટમ સ્પીકરની વરણી થાય અને ત્યારબાદ શપથ લેવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનનું કોકડુ હજુ પણ વણઉકેલ્યુ છે. આખો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. આજે 10.30 કલાકના રોજ સુનાવણી હાથ ધરશે. દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારના શપથ ગ્રહણ કર્યા બાદ રાજ્યપાલના નિર્ણય અને ફડણવીસ, અજીત પવારની શપથવિધિ વિરૂદ્ધ શિવસેના, NCP અને કોંગ્રેસે અરજી કરી હતી.

આ પહેલા સોમવારના રોજ પણ સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. બધા જ પક્ષોની દલીલો પુર્ણ થયા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે મંગળવાર એટલે કે આજે 10.30 કલાકે પોતાનો નિર્ણય સંભળાવશે .

મહત્વનું છે કે રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે 14 દિવસનો સમય આપ્યો છે. જે મામલે સુપ્રીમ કોર્ટ આજરોજ પોતાનો નિર્ણય સંભળાવશે

Last Updated : Nov 26, 2019, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details