કર્ણાટકઃ ચિકમગલુરૂની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરે એક મહિલાનું ઓપરેશન કર્યું હતું. મહિલાના પેટમાં રહેલી 18 કિલોની ટ્યુમરની ગાંઠ બહાર નીકાળવામાં સફળતા મેળવી હતી.
કર્ણાટકઃ ડોક્ટરે પેટમાંથી 18 કિલોની ટ્યૂમરની ગાંઠ કાઢી
ચિકમગલુરૂની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરે એક મહિલાનું ઓપરેશન કર્યું હતું. મહિલાના પેટમાં રહેલી 18 કિલોની ટ્યુમરની ગાંઠ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
શિમોગા જિલ્લાની 45 વર્ષીય શફુરાભીની તબિયત દિવસેને દિવસે બગડી રહી હતી અને તેઓનું વજન વધતું ગયું, ચરબીમાં વધારો થતો ગયો. પહેલાં મહિલાને લાગ્યું કે શરીરની અને પેટની ચરબી વધી રહી છે. પરંતુ હોસ્પિટલમાં સ્કેનિંગ કરાવતાં ખબર પડી કે તેમના પેટમાં ટ્યૂમરની ગાંઠ છે.
બાદમાં તેઓ સર્જરી માટે ચિકમગલુરુ જિલ્લાની કોપ્પા સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ડૉ.બાલકૃષ્ણ અને તેમની ટીમે મહિલાની સફળ સર્જરી કરી હતી અને પેટમાંથી 18 કિલોગ્રામની ગાંઠ કાઢવામાં સફળતા મેળવી હતી. હાલ શફુરાભી હોસ્પિટલમાં બેડ રેસ્ટ પર છે, જેમાં કોઈ જાનહાની થઈ નથી. ડોક્ટરો પણ પેટમાં 18 કિલોગ્રામ ગાંઠ વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓએ કહ્યું હતું કે, અમે 2 કિલોગ્રામ ટ્યુમર સુધીની ગાંઠ જેવા ઘણા કેસો સંભાળ્યા છે. પરંતુ આ પહેલો કેસ છે જેમાં પેટમાં 18 કિલોગ્રામ ગાંઠ હતી.