ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોનાની જાળ: મહામારી દરમિયાન સોનાની દાણચોરી - gold smuggling Latest News

ભારતમાં સોનાનો ભાવ 30%થી વધુ વધવાને પગલે છેલ્લા એક વર્ષમાં દાણચોરીમાં ભારે ઉછાળો જોવા મળે છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ દેશભરમાંથી 1600 કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે.

સોનાની જાળ
સોનાની જાળ

By

Published : Oct 25, 2020, 2:04 PM IST


વિશ્વનો બીજો સૌથી મોટો વપરાશકાર

• ભારતીયો પરંપરાગત રીતે સોનું એમ વિચારીને સંગ્રહે છે કે તે નાણાંકીય સલામતિ આપશે. ભારત, અત્યારે વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો વપરાશકાર દેશ છે અને કોરોના મહામારી દરમ્યાન અહીં સોનાની દાણચોરીમાં વિક્રમી ઉછાળો જોવા મળી રહ્યો છે.

• વર્ષ 2012-2017 દરમ્યાન દર વર્ષે સરેરાશ 800 ટનની સત્તાવાર આયાતને પગલે ભારત, સોનાનો સૌથી મોટો ગ્રાહક છે. આ આયાતનું વાર્ષિક અંદાજિત મૂલ્ય અમેરિકન ડોલર થાય છે.

• ભારત કોરોનાવાયરસ મહામારી દરમ્યાન ખોરાક અને આવાસ જેવી પાયાની સુવિધાઓ માટે મથામણ કરી રહ્યો હતો, ત્યારે સાથે સાથે સોનું અને અને અન્ય કિંમતી વસ્તુઓની દાણચોરી પણ થઈ રહી હતી.

• 25મી માર્ચથી ભારતમાં આંતરરાષ્ટ્રીય અને ઘરઆંગણાનાં ફ્લાઈટનાં કામકાજ બંધ થયાં અને દેશમાં લોકડાઉન અમલી બની ગયું, જે જૂન સુધી લંબાયું. જોકે, મેની શરૂઆતથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફક્ત વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ફ્લાઈટ્સનાં કામકાજ અંશતઃ શરૂ કર્યાં હતાં. કસ્ટમ્સના અધિકારીઓના જણાવ્યા મુજબ, મધ્ય-પૂર્વના દેશોમાંથી ભારત આવતી ફ્લાઈટ્સમાં દાણચોરીનાં આંતરરાષ્ટ્રીય કૌભાંડો સક્રિય હતાં અને તેવી કેટલીક ઘટનાઓ ધ્યાન ઉપર આવી હતી.

• જુલાઈ, 2020 દરમ્યાન, કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ અને એનઆઈએએ થિરુવનંથપુરમમાં યુએઈના કોન્સુલેટ જનરલના રાજદ્વારીને સંબોધીને મોકલવામાં આવેલી રાજનયિક બેગમાં સોનાના કન્સાઈન્મેન્ટની શંકાપ બાદ તપાસ શરૂ કરી હતી અને 30.2 કિલો સોનું તેમજ 16 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

વંદે ભારત મિશન ઃ 16.4 કરોડ ભારતીયો પોતાને ઘેર પહોંચ્યા

• સરકારે કોવિડ-19ને કારણે વિદેશોમાં ફસાઈ ગયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે લોકડાઉન હળવું બન્યા પછી તરત જ 7મી મે, 2020ના રોજ સરકારે વંદે ભારત મિશન શરૂ કર્યું

• સરકારે કોરોનાવાયરસને પગલે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખીને વંદે ભારત નામે સ્થળાંતર અભિયાન શરૂ કર્યા બાદ લગભગ 16.45 લાખ ભારતીયો સ્વદેશ પરત ફર્યા હોવાનું વિદેશી બાબતોના મંત્રાલયે પહેલી ઓક્ટોબર, 2020ના રોજ જણાવ્યું છે.

• તેમણે જણાવ્યું હતું કે છઠ્ઠા ફેઝ હેઠળ 1.75 લાખ લોકોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. 30મી સપ્ટેમ્બર સુધીમાં વંદે ભારત મિશનની વિવિધ ઢબે 16.45 લાખ ભારતીયો સ્વદેશ પાછા ફર્યાહતા.

• 30મી સપ્ટેમ્બરના રોજ કુલ 3407 ફ્લાઈટ્સ સંચાલિત કરવામાં આવી હતી અને પહેલી ઓક્ટોબરે ફેઝ 7 હેઠળ 1317 ફ્લાઈટ્સનું આયોજન કરાયું હતું.

સંસદમાં ડેટા રજૂ કરવામાં આવ્યો

• એપ્રિલથી ઓગસ્ટ, 2020 દરમ્યાન ભારતીય એરપોર્ટસ ઉપર દાણચોરીની 196 ઘટનાઓમાં રૂા. 49.5 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ ગાળામાં 200 વ્યક્તિઓની 103 કિલો સોનાની દાણચોરી માટે ધરપકડ કરવામાં આવી હતી. આ માહિતી લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી અનુરાગ સિંઘ ઠાકુરે રજૂ કરી હતી.

• વર્ષ 2019-20માં પાછલા વર્ષની સરખામણીએ સોનાની દાણચોરી ઘટી હોવા છતાં છેલ્લાં ત્રણ નાણાં વર્ષોમાં દાણચોરી કરાયેલું મહત્તમ રકમનું સોનું મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોઝિકોડ અને કોચીમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટસ ઉપરથી પકડાયું હોવાનું 15મી સપ્ટેમ્બર, 2020ના રોજ રાજ્યસભાને નાણાં મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું હતું.

• સરકારી આંકડા મુજબ, વર્ષ 2019-20માં કુલ 2,668 કિલો સોનું પકડાયું હતું, જે વર્ષ 2018-19માં દાણચોરી કરવામાં આવેલા 2,946 કિલો સોના કરતાં 9 ટકા ઓછું હતું. 2017-18માં અધિકારીઓએ દાણચોરી કરાયેલું 2,236 કિલો સોનું ઝડપ્યું હતું.

એરપોર્ટસ અને બંદરોએથી પકડાયેલું દાણચોરીનું સોનું

વર્ષ રકમ (કિલોગ્રામ)
2019-20 2668
2018-19 2946
2017-18 2236
** રાજ્યસભામાં રજૂ કરાયેલી માહિતી


વંદે ભારત સ્વદેશ અભિયાનની ફ્લાઈટ્સમાં પકડાયેલા સોનાનો ઘટનાક્રમ

તારીખ ફ્લાઈટ ક્યાંથી ઉપડી ફ્લાઈટ ક્યાં પહોંચી સોનાનું વજન કિંમત ધરપકડ કરાયેલા વ્યક્તિ કયા સામાનમાં સંતાડીને લાવવામાં આવી
5મી જુલાઈ સાઉદી અરેબિયા જયપુર એરપોર્ટ, રાજસ્થાન 31.998 કિલોગ્રામ રૂા. 15.67 કરોડ 14 આપતકાળની લાઈટના સ્લોટ્સમાં
6ઠ્ઠી જુલાઈ દુબઇ કરીપુર એરપોર્ટ, કેરળ 545 ગ્રામ + 582 ગ્રામ રૂા. 50 લાખ 2 આંતરવસ્ત્રો અને સાયકલના પેડલ
17મી જુલાઈ દુબઈ શ્રી ગુરુ રામદાસજી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમૃતસર, પંજાબ 10.22 કિલોગ્રામ રૂા. 5 કરોડ 6 ઘરેલુ ઉપકરણો
21મી જુલાઈ સાઉદી અરેબિયા જયપુર એરપોર્ટ, રાજસ્થાન

220.19 ગ્રામ


રૂા. 11.09 લાખ 1 ઘડિયાળના પોલાણ
22મી જુલાઈ દુબઈ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ 74 ગ્રામ
1 કાંડા ઘડિયાળ
31મી જુલાઈ સાઉદી અરેબિયા રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ 3.11 કિલોગ્રામ રૂા. 1.66 કરોડ 11 ટ્રાઉઝર્સના અંદરના ખિસ્સામાં
8મી ઓગસ્ટ (પહેલું સપ્તાહ) દુબઈ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ 2 કિલોગ્રામ -- 5
9મી ઓગસ્ટ અબુ ધાબી ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ 402 ગ્રામ -- 1 પુરુષે પોતાના આંતરવસ્ત્રોમાં સોનાની લુગ્દી લગાવી
13મી ઓગસ્ટ યુએઈ કોચી

2,046.44

ગ્રામ

રૂા.1.05

કરોડ

-- -- 24મી ઓગસ્ટ સાઉદી અરેબિયા ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ 696 ગ્રામ રૂા.36.8 લાખ 3 પ્રત્યેક ટ્રાઉઝર્સમાં બે ગોલ્ડ બાર્સ 28મી ઓગસ્ટ શારજહાં ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ 1.16 કિલોગ્રામ રૂા.64 લાખ 2

સિલિન્ડર આકારનો મેટલ પિસ કાળા રંગથી રંગીને


3જી ઓક્ટોબર દુબઈ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ 133 ગ્રામ રૂા.6.93 લાખ 1 ગુદામાર્ગમાં સોનાની લુગ્દીના બે પેકેટ્સ (મોટા આંતરડાના અંતિમ ભાગ, જે ગુદામાર્ગમાં સમાપ્ત થાય છે, તે હિસ્સો). 5મી ઓક્ટોબર દુબઈ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ 653 ગ્રામ

રૂા.34.2

લાખ

1 ગુદામાર્ગમાં સંતાડેલાં સોનાના બંડલ્સ. 10મી ઓક્ટોબર દુબઈ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ 2.88 કિલોગ્રામ રૂા.1.32 કરોડ 3 પેન્ટના ખિસ્સામાં 2.7 કિલો વજન ધરાવતી સોાનાની લુગ્દીઓના 12 બંડલ્સ અને 116 ગ્રામ સોનું 14મી ઓક્ટોબર દુબઈ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ 764 ગ્રામ રૂા.40 લાખ 2 ગુદામાર્ગમાં ઠાંસેલી સોનાની લુગ્દી


રસ્તા માર્ગે દાણચોરી ઃ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 2112 કેસો હેઠળ 1600 કિલોથી વધુ સોનું જપ્ત કરાયું


ભારતમાં સોનાનો ભાવ 30%થી વધુ વધવાને પગલે છેલ્લા એક વર્ષમાં દાણચોરીમાં ભારે ઉછાળો જોવા મળે છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ દેશભરમાંથી 1600 કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે.

• સોનાના ભાવ વધવાને કારણે દાણચોરીમાં વચેટિયા અને કેરિયરની હિસ્સેદારી વધી છે. વિદેશી મૂળના સોનાની મોટા ભાગની દાણચોરી છેવટે તો દુબઈ કે થાઈલેન્ડથી કરવામાં આવી હતી. ભારતમાં સોનાનો ભાવ હાલમાં કિલોગ્રામ દીઠ રૂા. 50 લાખ છે, એમ કસ્ટમ્સ અધિકારીએ જણાવ્યું હતું.

• બીજી ઓક્ટોબર, 2020ના રોજ ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ પશ્ચિમ બંગાળના સિલિગુડી જિલ્લામાં એક ટ્રકમાંથી રૂા. 17.51 કરોડનું લગભગ 33 કિલો સોનું ઝડપ્યું હતું અને ચાર જણની ધરપકડ કરી હતી. આ કન્સાઈન્મેન્ટ મણીપુર મારફતે મ્યાનમારથી આવ્યું હતું અને તે રાજસ્થાનમાં શ્રી ગંગાનગર પહોંચાડવાનું હતું.

• આ વર્ષે ઓગસ્ટ સુધીમાં વિવિધ એજન્સીઓ દ્વારા સોનું જપ્ત કરાયાના લગભગ 2112 કેસો નોંધાયા હતા. ફેબ્રુઆરીમાં 484 કિલો સોનું જપ્ત કરાયું હતું, જ્યારે માર્ચમાં આ આંકડો 205.81 કિલો અને એપ્રિલમાં 280.66 કિલો નોંધાયો હતો.

• જોકે, લોકડાઉનના પગલાંને કારણે મે મહિનામાં સોનાની કોઈ જપ્તિ નોંધાઈ ન હતી અને જૂનમાં ફક્ત 37.54 કિલો સોનું પકડાયું હતું. સોનાની દાણચોરી જમીન અને હવાઈ - બંને માર્ગે થાય છે. લોકડાઉનના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઉપર પ્રતિબંધ હતો.

• એટલે, જમીનમાર્ગે વધુ પ્રવૃત્ત બન્યા હતા. ઈન્ડો-મ્યાનમાર, ઈન્ડો-નેપાલ અને ઈન્ડો-બાંગ્લાદેશની સરહદો મારફતે સોનાની દાણચોરીમાં ઉછાળો આવેલો જોવા મળ્યો છે, તેમ અધિકારીએ જણાવ્યું હતું. મ્યાનમારની સરહદ નજીક અને ન્યુ જલપાઈગુડી રેલવે સ્ટેશન પાસે ઈમ્ફાલ -મોરેહ રોડ ઉપર બે જપ્તિ હાથ ધરાઈ હતી, તેમાં 10.30 કિલો અને 26.56 કિલો સોનું જપ્ત થયું હતું. બંને કેસોમાં એજન્સીને મ્યાનમારથી સોનાની દાણચોરી થઈ હોવાનો શક છે.

નફાકારક દાણચોરી અને બેરોજગારી

• ભારત દર વર્ષે 800-900 ટન સોનું આયાત કરે છે, અન્ય 200-250 ટન દાણચોરીથી આવે છે. ગેરકાયદેસર સોનું કાયદેસર વેપાર સાંકળોમાં જાય છે અને માફિયા વૈશ્વિક નેટવર્ક ધરાવે છે.

• કેરિયર્સને પ્રત્યેક ટ્રિપના લગભગ રૂા. એક લાખ મળે છે, તે ઉપરાંત રહેવાની સવલત અને તાલીમ પણ આપવામાં આવે છે. વૈશ્વિક સ્તરે ટ્રેડ થતા સોનામાંથી 20 ટકા સોનું ગેરકાયદેસર રીતે, મુખ્યત્વે આફ્રિકાથી ખાણકામ કરાય છે.

• ગેરકાયદેસર સોનું ભારતમાં પ્રવેશ બાદ કાયદેસર બજારમાં સરળતાથી સમાઈ જાય છે અને જ્વેલરી તરીકે તેની પુનઃનિકાસ કરાય છે, તેમ સૂત્રો જણાવે છે. ભારતમાં આવતાં પ્રત્યેક પાંચ કિલો સોનામાંથી લગભગ એક કિલો સોનું જ્વેલરી તરીકે દેશની બહાર જાય છે.

• વૈશ્વિક એનજીઓ ઈમ્પેક્ટના તાજેતરના એક અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વભરમાં ભારત સોનાની દાણચોરીનું મુખ્ય કેન્દ્ર છે. અહેવાલ મુજબ, ભારત સ્થિત સોનાના ડીલરો, જે પૂર્વ આફ્રિકામાં કામ કરે છે અને દુબઈ સોનાની નિકાસ કરે છે, તેઓ તાન્ઝાનિયા અને યુગાન્ડાથી પરોક્ષ રીતે ભારતમાં સોનું પહોંચાડે છે.

કસ્ટમ્સ વિભાગે દાણચોરોની ટોળકી ખાસ કરીને કોવિડ-19 મહામારી દરમ્યાન ચાર્ડર્ડ ફ્લાઈટ્સ જેવા ઓછા જોખમી માર્ગો પસંદ કરી રહી હોવાની ચેતવણી આપી છે. ખજૂર, બ્રાની સ્ટ્રિપ્સ, કમરપટ્ટાના બકલ્સ, શૂઝના સોલ્સ, સોસેજીસ અને સોનાની લુગ્દી જેવી કેટલીક સ્વદેશી પદ્ધતિઓ દ્વારા ઉપરાંત, ગુદામાર્ગમાં સોનું ભરીને પણ દાણચોરી કરાય છે. સોનાના ભાવ અત્યંત ઊંચા નોંધાયા હોવાને કારણે તેઓ તેની દાણચોરીનો માર્ગ અપનાવે છે.

ABOUT THE AUTHOR

...view details