ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારના મોતિહારીમાં દિવાળીમાં ફટાકડાના કારણે લાગી આગ, લાખોનું નુકસાન - ફટાકડાથી લાગી આગ

દિવાળીનો તહેવાર દેશભરમાં ધામ ધુમથી મનાવવામાં આવ્યો હતો, ત્યારે બિહારના મોતિહારીમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. જેમાં કેટલીક જગ્યાઓ પર ફટાકડાના કારણે આગની ઘટના સામે આવી હતી.

fire in motihari
fire in motihari

By

Published : Nov 15, 2020, 8:27 AM IST

  • દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધુમથી મનાવવામાં આવ્યો
  • બિહારના મોતિહારીમાં એક ગંભીર દુર્ઘટના
  • ફટાકડાના કારણે આગની ઘટના

બિહાર: દિવાળીનો તહેવાર દેશભરમાં ધામ-ધુમથી મનાવવામાં આવ્યો હતો, ત્યારે બિહારના મોતિહારીમાં એક ભયંકર દુર્ધટના સામે આવી છે. ફટાકડાના કારણે પકડીદયાલ વિસ્તારમાં કેટલીક જગ્યાઓ પર આગ લાગતા લાખોની સંપતિ બળીને ખાખ થઈ હતી.

  • ગ્રામીણ લોકોની તત્પરતાથી આગ મોટી દુર્ઘટના ટળી

પકડીદયાળના અજગરવાના હરેન્દ્ર પંડિતના ઘરમાં દીવાથી આગ લાગી હતી, પરંતુ ગ્રામીણ લોકોની તત્પરતાથી આગ મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડના સહયોગથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જ્યારે ઠીકહાં ગામમાં પણ ફટાકડાની ચિંગારીઓથી આગ લાગી હતી. જેનાથી એક ઘર બળીને ખાખ થયું હતું. તો હરસિદ્ધિમાં પણ ફટાકડાથી એક ઘર બળીને ખાખ થયું હતું. આ સાથે ડુમરિયાઘાટ વિસ્તારના રામપુર ખજૂરિયામાં ફટાકડાથી આગની ઘટના સામે આવી હતી.

ABOUT THE AUTHOR

...view details