નાગૌરઃ જિલ્લામાં પસાર થતાં કિશનગઢ-હનુમાનગઢ હાઈ-વે પર બાકલિયા ગામની પાસે આજે ભાષણ આગ લાહી હતી. જેમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એકની હાલત ગંભીર થતાં તેને જયપુર હૉસ્પિટલમાં દાખલ કરાયો છે.
રાજસ્થાનના નાગોરમાં ડમ્પર-ટ્રેલર વચ્ચે અકસ્માત બાદ લાગી આગ, 4ના મોત - Accident in Nagaur
રાજસ્થાનના નાગોર જિલ્લામાં લાડનું-ડીડવાનાની પાસે આવેલા ગામમાં ડમ્પર-ટ્રેલર વચ્ચે અકસ્માત બાદ ભીષણ આગ લાગી હતી. જેમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય બે લોકોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયા છે.
મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માત ડમ્પર અને ટ્રેલર વચ્ચે અથડામણ થતાં આગ લાગવાથી થયો હતો. જેમાં બે લોકોના ઘટસ્થળ પર મોત જ થયા હતા. જ્યારે બે લોકોની ગંભીર રહેતા તેમને તાત્કાલિક ધોરણે હૉસ્પિટલ ખસેડાયા હતા. તે દરમિયાન રસ્તામાં જ તેમનું મોત થયું હતું, તો અન્ય એક વ્યક્તિ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભટ્યો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિની ગંભીર રહેતા તેને જયપુર હૉસ્પિટલ રેફર કરાયો છે. આ ઘટનાની જાણ થતાં લાડનુ પોલીસ અધિકારી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ ફાયર ટીમને પણ મદદ માટે બોલાવી હતી.
પોલીસના જણાવ્યાનુસાર, બાકલિયા ગામની પાસે આજે સવારે ડમ્પર અને ટ્રેલર વચ્ચે અથડામણ થતાં બંને વાહનોમાં આગ લાગી હતી. જેમાં ચાલ લોકોને ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમાં બે લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર ટીમને પણ મદદ માટે બોલાવી હતી. મૃતકોનો મૃતદેહ બળી ગયો હોવાથી તેમની ઓળખ થઈ શકી નથી. જેથી વાહનોના નંબરના આધારે તેમની ઓળખ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હાલ મૃતદેહને લાડનુ રાજકીય હૉસ્પિટલની મોર્ચરીમાં રખાયા છે.