ગુવાહાટીઃ આવા સમયમાં જ્યારે કોવિડ-19 સંક્રમણે તમામમાં ભય પેદા કર્યો છે, ત્યારે આસામામાં એક યુવા કાર્ટૂનિસ્ટે પોતાની કળાના માધ્યમથી લોકોને કોવિડ-19 સામે જાગૃત કરવા અભિયાન શરૂ કર્યું. પરંતુ અનિશ્ચિતતા અને ખોટા સમાચાર સામે પણ અમુક પગલા લીધા છે.
જી હા, અનામિકા રૉય મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી આસામના નિવાસી કાર્ટૂનિસ્ટ નિતુપર્ણા રાજવંશીએ મોટાભાગે સોશિયલ મીડિયા પર આ અભિયાન લૉન્ચ કર્યું હતું.
તેમનો હેતુ માત્ર કોરોના વાઇરસ વિશે જાગૃતિ ફેલાવવાનો જ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર અત્યારે ફેલાયેલા સેંકડો નકલી સમાચારોનો પર્દાફાશ કરવાનો પણ છે.
રાજવંશી કહે છે કે, લોકડાઉનથી લોકો અમુક અંશે સોશિયલ મીડિયા તરફ ઝૂક્યા છે. આ સ્થિતિનો લાભ ઉઠાવતા કેટલાક જૂથોએ સોશ્યલ મીડિયાના પૃષ્ઠોને બનાવટી સમાચારથી ભર્યા છે. તેની સમાજમાં નકારાત્મક અસર થઈ રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, હું લોકોને કારોના વાઇરસ અને તેના પ્રભાવ વિશે જાગૃત કરવા માટે કાર્ટૂન બનાવી રહ્યો છું. મેં કોમવાદ અને અંધશ્રદ્ધા વગેરે વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી કોરોના ચેપની આ પરિસ્થિતિનો સામનો કરી શકાય. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, લોકડાઉન દરમિયાન કાર્ટૂન દ્વારા લોકોની દુર્દશાને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તમને જણાવીએ તો રાજવંશી સુભમ નામની સ્વૈચ્છિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે. જેથી લોકડાઉનને કારણે પીડિત લોકોની સહાય માટે ભંડોળ એકઠું થઇ શકે.